Proud of Gujarat
FeaturedGujaratINDIA

મહીસાગરઃ દેગમડા તીર્થધામ પાસે મહી નદીમાં વીરપુરના 2 યુવાન મહી નદીમાં સેલ્ફી લેતા જતાં ડૂબ્યા હતા.

Share

મહીસાગરઃ દેગમડા તીર્થધામ પાસે મહી નદીમાં વીરપુરના 2 યુવાન મહી નદીમાં સેલ્ફી લેતા જતાં ડૂબ્યા હતા. જેમાં એકને બચાવી લેવાયો હતો, અન્ય એક યુવકની શોધખોળ કરતાં શનિવારે તેનો મૃતદેહ મળી આવ્યો છે. પોલીસે યુવકના મૃતદેહને કબ્જે લઈ પી.એમ.અર્થે હોસ્પિટલમાં મોકલી આપ્યો છે.વિરપુર ગામના કસ્બા મહોલ્લાના 2 મુસ્લિમ યુવકો દેગમડા તીર્થધામ પાસે મહી નદી કાઠે ફરવા ગયા હતા. તે દરમિયાન સેલ્ફી લેવા જતા પીરજાદા કામિલ અહેમદ ઈખ્તીયાર અહેમદનો પગ લપસી જતા મહી નદીમાં તણાયો હતો. તેને તણાતો જોઈ બચાવવા ઉવેશ મહેમુદમિયા પીરજાદા પણ કૂદ્યો હતો. આ અંગે આસપાસના લોકોને જાણ થતાં બચાવ માટે સ્થાનિકો દોડી ગયા હતા. જેમાં એકને બચાવી લેવાયો હતો, ત્યારે શોધખોળ દરમિયાન તેનો મૃતદેહ મળ્યો હતો. જેને પોલીસે પોસ્ટ મોટમ માટે મોકલ્યો છે.

Advertisement

Share

Related posts

કાર્તિક-કિયારાની આગામી ફિલ્મ ‘સત્યપ્રેમ કી કથા’નું પ્યોર લવ સ્ટોરી દર્શાવતુ સોન્ગ ‘આજ કે બાદ’ થયું રિલીઝ

ProudOfGujarat

ભરૂચનાં ભોલાવ ખાતે આવેલ અવધૂત સોસાયટીમાં સોમનાથ મહાદેવ મંદિરે વેકસીનેશન કેમ્પ શરૂ કરાયો.

ProudOfGujarat

આમોદ શહેરનું મેઈન બજાર લોકોનાં અવર જવરથી ધબકતું થયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!