Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIA

ફિલ્મી ઢબે પીછો કરી મહિસાગર એલસીબીએ  ઈનોવાકારમા લઈ જતો દારુનો જથ્થો પકડી પાડ્યો….

Share

વિજયસિંહ સોલંકી,શહેરા

      શહેરા  તાલુકાના ગમન બારિયા નાં મુવાડા પાસે મહીસાગર પોલીસે દારૂ ભરેલ ઈનોવા કાર  નો ફિલ્મી ઢબે પીછો કરીને  ઝડપી પાડી હતી પોલીસે દારૂ અને ઈનોવા કાર મળી અંદાજીત  ચાર લાખ રૂપિયા નાં મુદામાલ સાથે ચાલક ને ઝડપી પાડી ને કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

Advertisement

       મહીસાગર  એલ સી બી પોલીસ ને બાતમી મળી હતી કે  બાબલીયા ચોકડી પાસે થી દારૂ ભરેલ કાર પસાર થવાની છે બાતમી ને હકીકત ગણી ને એલ સી બી શાખા ના પી એસ આઈ  સહિત બાકોર પોલીસ મથક સહિત નો સ્ટાફ આવતા જતા વાહનો ની ચેકીંગ  કરી રહયા હતા તે દરમિયાન બાતમી નાં વર્ણન વાળી ઈનોવા કાર દારૂ ભરીને આવી રહી હતી તેને  ઉભી રાખવા માટે ઈશારો કરતા ચાલક એ ગાડી ભગાડી મૂકી હતી પોલીસે ફિલ્મી ઢબે  ઈનોવા કાર નો પીછો શરૂ કર્યો હતો તેમ છતાં  દારૂ ભરેલ કાર લુણાવાડા માં પણ પકડાઈ શકી ન હતી જોકે પોલીસે સતત કાર નો પીછો કરવા નો શરૂ રાખ્યો હતો દારૂ ભરેલ કાર શહેરા નાં ગમન બારીયા નાં મુવાડા પાસે  હાઈવે માર્ગ ની સાઈડ માં આવેલ ખાડા માં ઉતરી ગઈ હતી દારૂ ભરેલ કાર નો ચાલક ભાગવા જતા પોલીસે તેને પકડી પાડ્યો હતો પોલીસે દારૂ ભરેલ  ઈનોવા કાર અને દારૂ મળી અંદાજીત ચાર લાખ નો મુદામાલ સાથે ચાલક ની ધરપકડ કરી ને કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.


Share

Related posts

રાજકોટમાં ૩૦૦ થી વધુ નેશનલ લેવલના પ્લેરનું આગમન : હોકી અને સ્વિમિંગની સ્પર્ધા યોજાશે.

ProudOfGujarat

વણાકપોરના યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવતા જાહેરનામા ભંગ બદલ પાંચ વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધાયો.

ProudOfGujarat

દુર્ઘટના ટળી : ભરૂચ, નબીપુર નજીક અપ લાઇનનો પાટો તૂટી જતા રેલવે તંત્રમાં દોડધામ, ગણતરીના સમયમાં રીપેરીંગ કાર્ય હાથ ધરાયુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!