લુણાવાડા, (રાજુ સોલંકી)
મહિસાગર જીલ્લાના લુણાવાડા તાલુકાના સિંગનલી ગામ પાસે આવેલા કંતારના જંગલોમાથી વાઘનો મૃતદેહ ગતરોજ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.ત્યારબાદ આજે તેનુ ડોકટરોની ટીમ દ્વારા પેનલ પીએમ કર્યાબાદ જંગલમાં જ અંતિમ સંસ્કાર કરવામા આવ્યા હતા.હાલ તો પીએમ રિપોર્ટબાદ જ સાચુ કારણ જાણી શકાશે.
ગુજરાતમાં પ્રથમ વાર મહિસાગર જીલ્લામાં વાઘ સંતમાતરોના જંગલમાં દેખાતા તેની વનવિભાગ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામા આવી હતી. ત્યારબાદ મહીસાગરના ના સંતમાતરોના જંગલોમાં જોવા મળેલા વાઘનો મૃતદેહ લુણાવાડા તાલુકાના સિગન્લી પાસેના કંતારના જંગલોમા ૧૫ દિવસો બાદ મળી આવતા ચકચાર મચી જવા પામી છેઆ બુધવારના રોજ વનવિભાગ દ્વારા આ બનાવ સ્થળે પહોચીને તેના પોસ્ટમોર્ટમની કાર્યવાહીની તજવીજ હાથ ધરવામાં આવી હતી. તેમા સ્થાનિક પશુડોક્ટરોની ટીમ તેમજ ગીરથી આવેલા વિશેષ ડોકટરોની ટીમ પણ હાજર રહીને વનવિભાગના અધિકારીઓની ખાસ હાજરીમાં વિડીયોગ્રાફી સાથે વાઘનુ પોસ્ટમોર્ટમ કરવામા આવ્યુ હતુ. ત્યારબાદ તેના વિસેરા સેમપલ લઈને એકત્ર કરવાની તજવીજ હાથ ધરવામા આવી હતી. આ વિસેરા સેમપલને લેબોરેટરીમાં મોકલવામા આવશે.ત્યારબાદ જે રિપોર્ટ આવશે. ત્યારબાદ જે તેના મોતનુ સાચુ કારણ જાણી શકાશે. વાઘના મોતનાબનાવને લઈને આસપાસના ગામોમાથી આ મૃત વાઘને જોવા મોટી સંખ્યામા લોકો ઉમટી પડતા વનવિભાગે ૨૦ મીટર જેટલો ભાગ કોર્ડન કરી દેવામા આવ્યો હતો. વાઘના પોસ્ટમોર્ટમબાદ નજીકમાં આવેલી ખુલ્લી જગ્યામાં અંતિમ સંસ્કાર કરવામા આવ્યા હતા. સવારથી વનવિભાગના વડોદરા વર્તુળના વનં સરંક્ષક સંજયકુમાર શ્રી વાસ્તવ તેમજ મહીસાગર જીલ્લાના ડીસીએફ આર.એમ.પરમાર સહીત વનકર્મીઓ પણ હાજર રહ્યા હતા.તેમજ આસપાસના ગ્રામજનો એપણ વાઘને અંતિમવિધીમાં હાજર રહ્યા હતા.
મહિસાગરના કંતારના જંગલોમાં વાઘનો મૃતદેહ મળવાને મામલે ખાસ કરીને વાઘપ્રેમીઓમા ભારે દૂ:ખની લાગણી જોવા મળી રહી છે.મહિસાગરના કંતારના જંગલોમાં મળી આવેલા વાઘના મૃતદેહ જે જગ્યાથી મળી આવ્યો હતો.ત્યાથી સંતરામપુરનો સંતનુ જંગલ ૨૦ કીમીનુ અંતર ધરાવે છે.વધુમાં નવાઈની વાત એ છે કે આ વાઘ જ્યારે પ્રથમવાર પાંગળીમાતાના જંગલ પાસે શિક્ષકને દેખાયો તે પુર્વ દિશા હતી,ત્યારે આ વાઘ હાલ કંતારના જંગલમા મળી આવ્યો જે જંગલ હાલોલ-શામળાજી હાઈવેની પશ્વિમ દિશા તરફ આવેલુ છે.મતલબ કે આ મૃતવાઘે હાઇવે રોડ પસાર કરીને કંતારના જંગલમા પહોચ્યો તેમ કહી શકાય.હાલ વનપ્રેમીઓમાં દુ:ખની લાગણી વ્યાપી ગઈ છે.