Proud of Gujarat
FeaturedGujaratINDIA

લુણાવાડામાં આઝાદ સેવા સંઘ દ્વારા દિલ્લીમાં બાળકી ઉપર દુષ્કર્મ ગુજારનાર મૌલવીને ફાંસી આપવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન.

Share

વિજયસિંહ સોલંકી, લુણાવાડા

મહિસાગર જીલ્લાના લુણાવાડા ખાતે આઝાદ સેવા સંઘ દ્વારા દિલ્લીમાં દુષ્કર્મનો ભોગ બનેલી એક દીકરીને ન્યાય અપાવવા તેમજ તેના આરોપીને ફાંસી થાય તે માટે એક કેન્ડલમાર્ચ રેલીનું આયોજન કરી વિરોધ પ્રદર્શન કરી સુત્રોચ્ચાર કરવામા આવ્યા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર દેશમા કઠુઆ, સુરત જેવા શહેરોમા બાળકી ઉપર દુષ્કર્મ થયાની શાહી સુકાઈ નથી ત્યા દિલ્લીની પાસેના એક શહેરમાં મૌલવીએ માસુમ દીકરી ઉપર દુષ્કર્મ ગુજારવામાં આવતા ભારે ફિટકાર સમગ્રદેશમા વરસી રહ્યો છે.લુણાવાડા શહેરની આઝાદ સેવા સંઘ સસ્થા દ્વારા પણ તેનો વિરોધ કરવામા આવ્યો હતો અને કેન્ડલ માર્ચ યોજીને મૌલવીને ફાંસી આપવામા આવે તેવી માંગ કરવામા આવી હતી. દુષ્કર્મનો ભોગ બનેલી દીકરીને ગીતા (કાલ્પનિક નામ) આપવામા આવ્યું હતું સાથે સાથે ‘‘ ધિક્કાર હે ધિક્કાર હે એસે મુલ્લો પર ધિક્કાર હે’’ જેવા બેનરો પણ દર્શાવાયા હતા. આઝાદ સેવા સંધ દ્વારા બોલીવુડને પણ આ મામલે આડે હાથ લેવામા આવ્યું હતુ જેમા ગીતા ( કાલ્પનિક નામ) કે અપહરણ પર બોલીવુડ કે લોગ ચુપ ક્યું હે? ક્યોકી બચ્ચી કા બલાત્કાર મદરેશેમે હુઆ ઈસ લિયે યા બલાત્કાર કરનેવાલા મૌલવી હે ઈસીલિયે? જેવા સવાલો દર્શાવતા એક મોટા લખાણવાળુ બેનર દર્શાવામા આવ્યું હતું.અને સૂત્રોચ્ચાર કરવામા આવ્યા હતા. આ વિરોધ પ્રદર્શન કાર્યક્રમમાં આઝાદ સેવા સંઘના પ્રમુખ વિશાલભાઈ જોષી,તેમજ કાર્યકરો હીતેશ બારીયા,યશપંડ્યા, તેમજ શિવસેના ના પ્રમુખ લાલાભાઈ ગઢવી,ગૌરક્ષાદળના જીલ્લા પ્રમુખ વિનોદભાઈ પંચાલ સહીત અન્ય કાર્યકરો પણ મોટી સંખ્યામા હાજર રહ્યા હતા.

Advertisement

Share

Related posts

નેત્રંગ એમ.એમ ભકતા હાઈસ્કૂલ પાસે આંકડાનો જુગાર રમતા બે ઇસમોની હજારોના મુદ્દામાલ સાથે પોલીસે કરી ધરપકડ.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં મોરવા (હ) મામલતદાર કચેરી દ્વારા ૫૦૦ થી વધુ લાભાર્થીઓને ઘરે બેઠા લાભ અપાયા.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં ગરમીનો પ્રકોપ ૪૦ ડીગી તાપમાન વચ્ચે જીલ્લાનાં લોકો પરસેવે રેબઝેબ, ગરમીથી ત્રહિમામ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!