વિજયસિંહ સોલંકી, લુણાવાડા (મહિસાગર)
મહીસાગર જિલ્લાના વિરપુર તાલુકાના ઝવારા ખાંટના મુવાડા ગામે દેશવ્યાપી ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત સ્વચ્છ ભારત દિવસ અને ઉજ્જવલા દિવસની ઉજવણીનું અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના ચેરમેન રાજેશભાઇ પાઠક અને મહાનુભાવોની ઉપસ્થિતીમાં દિપ પાગટય કરી આ કાર્યક્રમને ખુલ્લો મુકયો હતો. સાથે જ સ્વચ્છતા રથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
આ સ્વચ્છ ભારત દિવસ અને ઉજ્જવલા દિવસની ઉજવણી પ્રસંગે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના ચેરમેન રાજેશભાઇ પાઠકએ જણાવ્યું હતું કે ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત મહીસાગર જિલ્લાના ઝવરા ખાંટના મુવાડા ગામે સ્વચ્છતા રથ થકી લોકોમાં સ્વચ્છતા વિશે જાગૃતિ કેળવાશે અને સ્વચ્છતા પણ જળવાશે. લોકો શૌચાલયનો ઉપયોગ કરતા થાય અને ખુલ્લામાં શૌચ કરવાથી થતા રોગો આપણે અટકાવી શકીશુ. સાથે સાથે આજે ઉજ્જવલા યોજના થકી આ ગામમાં દરેક કુટુંબોને ગેસ કનેક્શન સરકારશ્રી તેમજ દાતાઓના સહયોગથી પુરા પાડવામાં આવ્યા છે. અને તેનો ઉપયોગ કરવા જણાવ્યું હતું. આ ગામને કેરોશીન મુક્ત ગામ અને સ્મોક ફ્રી, પોલ્યુશન મુક્ત જાહેર કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે અગ્રણી હર્ષદભાઇએ સરકારની વિવિધ યોજનાઓની જાણકારી આપી યોજનાઓનો લાભ લેવા જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ડાયરેકટર પંડ્યાએ સ્વચ્છતા જાળવવા અંગેની જાણકારી ઉપસ્થિતોને આપી હતી.
આ અવસરે જિલ્લા કલેક્ટર વી.એ.વાઘેલાએ સ્વાગત પ્રવચન કર્યુ હતુ જ્યારે આભાર દર્શન બાલાસિનોર પ્રાંત અધિકારીશ્રી અનન્યા દાશ ગુપ્તાએ કર્યું હતું. તેમજ શાળાની બાલીકાઓ દ્વારા સ્વાગત ગીત, સ્વચ્છતા અંગેનું નાટક રજૂ કરાયા હતા.
આ કાર્યક્રમ પ્રસંગે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના ચેરમેન રાજેશભાઇ પાઠકના હસ્તે ગેસ કનેક્શનની કીટનુ વિતરણ કરવામાં કરવામાં આવ્યું હતું. ઝવરાખાંટના મુવાડા ગામમાં ઘન કચરાના પીઠનું ખાત મુહુર્ત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ઝવરાખાંટના મુવાડા ગામના સરપંચ ઉષાબેન વણકર, જિલ્લા વિકાસ અધિકારી અરવિંદ વી, અગ્રણી જયેન્દ્રભાઇ બારોટ, પુરવઠા અધિકારી શ્રીમતી રાજપુત, જિલ્લા અને તાલુકાના સભ્યો, પદાધિકારીઓ તેમજ ઉચ્ચાધિકારી ઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સ્વચ્છતા દિવસ તેમજ ઉજ્જલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.