વિજયસિંહ સોલંકી,ગોધરા
મહિસાગર જીલ્લામાં આવેલા સંતરામપુર તાલુકામા આવેલા બુરેટી વર્ગ સીમલીયા પ્રાથમિકશાળાને જોડતો પાકો રસ્તો બનાવાની માંગ કરવામા આવી છે. અહી ઘણા વર્ષોથીં પાકા રસ્તો નથી શાળામાં ભણાવામા આવતા શિક્ષકોએ ચાલીને આવું પડે છે. આ બાબતે ગ્રામજનો અને શિક્ષકોએ પણ જવાબદાર તંત્રને જાણ કરવા છતા પરિણામ પ્રાપ્ત થયુ નથી, તેના કારણે પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ ગામ અતંરિયાળ ગામ છે. ત્યારે અહી પાકા રસ્તાનીપણ જરુર છે પાકો રસ્તો બની જાય તો ગ્રામજનો દ્વારા જે તકલીફ પડે છે. તેનું સમાધાન થઈ શકે તેવી લાગણી પણ ગ્રામજનો દ્વારા વ્યક્ત કરવામા આવી રહી છે. ગ્રામજનો દ્વારા એમ પણ કહેવું છે. ચુંટણી આવે ત્યારે નેતાઓ મોટામોટા વાયદા કરે છે પછી જીતી જાય કોઈ પુછતુ નથી. આ ગામમા રસ્તો જવાબદાર તંત્ર દ્વારા વહેલી તકે બનાવામા આવે તેવી માંગ ગ્રામજનો દ્વારા કરવામા આવી રહી છે. શાળામા ભણાવતા શિક્ષકોનું કહેવું છે કે આ રસ્તો જવાબદાર તંત્ર દ્વારા ચોમાસા પહેલા બની જાય તેવી અમારી માંગ છે કારણ કે ચોમાસામા વધારે તકલીફ પડે છે.