લુણાવાડા, રાજુ સોલંકી
મહીસાગર જિલ્લાના બાલાશિનોર પાસે આવેલા રૈયોલી ખાતે ડાયનોસોર મ્યુઝિયમનું ઉદ્ઘાટન મૂખ્યમંત્રી વિજયભાઇ
રૂપાણીએ કર્યું હતું. આ દ્વારા પ્રવાસીઓને ડાયનોસોરનો ઇતિહાસ, એમની જીવન પધ્ધતિ અને આવા વિશાળકાય પ્રાણીઓનો કેવી રીતે નાશ થયો એની અધ્યતન અને વૈજ્ઞાનિક માહિતી મોડેલ્સ, ફિલ્મ્સ અને ચાર્ટ દ્વારા જોવા મળશે. આ ફોસીલ પાર્ક વિશ્વનો ત્રીજા નંબરનો સૌથી મોટો છે અને ભારતનો સર્વ પ્રથમ છે.
મહીસાગર જિલ્લાના બાલાશિનોર તાલુકાના રૈયોલી ખાતે ડાયનોસોર મ્યુઝિયમનું મૂખ્ય મંત્રી વિજયભાઇ રુપાણીએ ઉદ્ઘાટન કર્યું હતું. ત્યારબાદ ડાયનાશોર ફોસીલાપાર્કમાં ફરીને ડાયનાશોરની પ્રજાતિઓની માહિતી મેળવી હતી.
વિજય રૂપાણીએ જણાવ્યુ કે ગુજરાતના બાલાસિનોર પાસે રૈયોલીના ડાયનોસોર મ્યુઝિયમ અને ફોસીલ પાર્કને થ્રી ડી ટેક્નોલોજી અને આધુનિક તકનીક સાથે વિશ્વ પ્રવાસન કેન્દ્ર તરીકે વિકસાવવા પ્રવાસન વિભાગને 10 કરોડ રૂપિયાની વધારાની સહાય સરકાર આપશે. વિશ્વના પ્રવાસન નકશે ગુજરાતના પ્રવાસનધામો સાથે હવે આ મ્યુઝિયમ પણ ચમક્યું છે અને ગુજરાતે વિશ્વના દેશોની હરોળમાં અગ્રેસર રહેવાની પરંપરા સાકાર કરી છે. આ મ્યુઝિયમ અને ફોસીલ પાર્કની મુલાકાત લઈને શાળાના બાળકોથી માંડી ડાયનોસોરની સૃષ્ટિમાં અને અભ્યાસમાં રસ ધરાવનારા તજજ્ઞો પુરાતત્વ વિદો સંશોધકોને અનેક વાતો ગાથાઓ જાણવા નિહાળવા મળશે.હવે મહિસાગર જીલ્લાને એક નવુ પ્રવાસન ધામ મળ્યુ હોવાથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડવાની શકયતાઓ દેખાઇ રહી છે.