Proud of Gujarat
INDIAFeaturedGujarat

મહીસાગર જિલ્લાના સંતરામપુરમાં બાળકી વીજ પોલને અડતા ચોંટી જતા MGVCL સામે સ્થાનિકોનો રોષ.

Share

મહીસાગર જિલ્લાના સંતરામપુરના રાણાવાસ વિસ્તારમાં 5 વર્ષની બાળકીને વીજ કરંટ લાગ્યો હતો. જેના કારણે બાળકી વીજ પોલ સાથે ચોંટી ગઈ હતી. આ સમગ્ર ઘટનાના CCTV સામે આવ્યા છે. જેમાં દેખાય છે કે, પરિવારના લોકો અને સ્થાનિકોએ બાળકીને લાકડી વડે વીજ પોલથી અલગ કરી રહ્યા છે.

સંતરામપુર નગરના રાણાવાવ વિસ્તારની અંદર રહીશોના ઘર આંગણે વીજપોલના ખુલ્લા વીજ વાયરોના કારણે 5 વર્ષની બાળકી ધ્રિતી સંજયકુમાર રાણાને કરંટ લાગ્યો હતો. જેથી બાળકીએ બૂમાબૂમ કરતાં આજુબાજુના રહીશોએ લાકડાના ડંડા વડે વીજ થાંભલાથી તેને દૂર કરી હતી. ઘટનાને લઈને બાળકીને તાત્કાલિક સંતરામપુરની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. હાલમાં તેની તબિયત સારી છે, પરંતુ વરસાદ ચાલુ થતાં જ થાંભલા ઉપરથી કરંટ ઊતરવાની ઘટના બની હતી.

Advertisement

બાળકી પોતાના ઘરનાં આંગણે રમી રહી હતી. આ સમયે કરંટ આવતા જ તે થાંભલા સાથે ખેંચાઈ ગઈ હતી. આખા રાણાવાસ વિસ્તારમાં આવી જ પરિસ્થિતિ જોવા મળી રહી છે. આવી રીતે ખુલ્લા વાયરોના કારણે શોર્ટ સર્કિટનું જોખમ વધ્યું છે. પરિવારે MGVCL માં ફોન કરીને આ અંગે જાણ કરી હતી. પરંતુ કોઈ કર્મચારીએ આવીને કામગીરી ન કરતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.


Share

Related posts

ભરૂચ : વરેડીયા પાસે રોડ ક્રોસ કરતી અજાણી મહિલાનું અજાણ્યા વાહનથી મોત.

ProudOfGujarat

રાજપીપલા માછીવાડ શોપીંગ સેન્ટરની 4 દુકાનોનું ભાડું બાકી હોવાથી દુકાનો સીલ કરાઇ.

ProudOfGujarat

ગુજરાતમાં કમોસમી વરસાદનો કહેર, વીજળી પડતાં 20 થી વધુના મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!