મહિસાગર જીલ્લાના જીવાદોરી સમાન કડાણા ડેમમાં હાલ પાણીનો નહિવત જથ્થો જોવા મળી રહ્યો છે. ડેમની મહત્તમ જળ સપાટી 419 ફુટ છે. જેમા 34 ફુટ જેટલો નોંધપાત્ર ઘટાડો થતા સપાટી 385.5 ફુટ સુધી પહોંચતા જળાશય કેચમેન્ટ વિસ્તારમાં પાણીની વચ્ચે આવેલા ડુંગરની ગુફામાં નદીનાથ મહાદેવ મંદિરના દ્વાર ખુલ્લા થતા ભક્તો દર્શન ઘેલા બન્યા હતા. મહીસાગર નદીના બેટ વિસ્તારમાં આવેલા ઐતિહાસિક અને પૌરાણિક મંદિર સાથે દંત કથાઓ સંકળાયેલી છે. ગુફામાં આવેલ શિવજી મંદિર પ્રત્યે ભક્તોમા એક વિશેષ આસ્થા સાથે અતૂટ શ્રદ્ધા જોડાયેલ છે. 850 વર્ષ જૂનું આ સ્વયંભૂ મંદિર છે.
રાજા રજવાડાં સમયથી અહીંયા નદીની વચ્ચે ગુફામાં હજારો વર્ષ જૂનું પૌરાણિક સ્વયંભૂ મંદિર આવેલું છે. ડેમના નિર્માણ સમયે આ મંદિર ડૂબાણમાં જતા ડેમને અડીને આવેલા ડુંગર ઉપર કડાણા ગામના વિદ્વાન બ્રાહ્મણો દ્વારા વિધિવત પુજા અર્ચના કરી શિવલિંગ અહીંયા સ્થાપિત કર્યું હતું.
મહિસાગર જીલ્લાના જીવાદોરી સમાન કડાણા ડેમમાં હાલ પાણીનો નહિવત જથ્થો જોવા મળી રહ્યો છે. ડેમની મહત્તમ જળ સપાટી 419 ફુટ છે. જેમા 34 ફુટ જેટલો નોંધપાત્ર ઘટાડો થતા સપાટી 385.5 ફુટ સુધી પહોંચતા જળાશય કેચમેન્ટ વિસ્તારમાં પાણીની વચ્ચે આવેલા ડુંગરની ગુફામાં નદીનાથ મહાદેવ મંદિરના દ્વાર ખુલ્લા થતા ભક્તો દર્શન ઘેલા બન્યા હતા. મહીસાગર નદીના બેટ વિસ્તારમાં આવેલા ઐતિહાસિક અને પૌરાણિક મંદિર સાથે દંત કથાઓ સંકળાયેલી છે. ગુફામાં આવેલ શિવજી મંદિર પ્રત્યે ભક્તોમા એક વિશેષ આસ્થા સાથે અતૂટ શ્રદ્ધા જોડાયેલ છે.