મહિસાગર વનવિભાગ દ્વારા સાસણગીરથી મગાવેલા પાંજરાની શુ છે સત્ય હકિકત.! જાણો વધુ
લુણાવાડા.(રાજુ સોલંકી)
મહીસાગર જીલ્લાના લુણાવાડા તાલુકાના ગઢ ગામે શિક્ષક મહેશભાઈ મહેરા દ્વારા પાંગળી માતાના મંદિરથી આગળ જંગલમાંથી પસાર થતા પાકા રસ્તે વાઘ દેખાયા હોવાનો દાવો સાચો પડ્યા બાદ વનવિભાગ દ્વારા વાઘની ગતિવિધી ઉપર નજર રાખવા માટે જંગલોમાં નાઈટવીઝન કેમરા ગોઠવામા આવતા સંતરામપુરના સંતના જંગલોમાં વાઘ કેમરામા કેદ થયો હતો અમે વાઘ હોવાની જાહેરાતની પુષ્ટી સત્તાવાર રીતે વનવિભાગ દ્રારા કરવામા આવી હતી.ત્યારબાદ પણ વનવિભાગ દ્વારા વાઘની ગતિવિઘીઓ ઉપર નજર રાખવામાટે વનવિભાગની કવાયત ચાલુ છે. લુણાવાડા ખાતે આવેલી વનવિભાગની ઓફીસ ખાતે એક ટેમ્પામા પાજરા લાવમા આવતા.ત્યારે આ પાજરાને લઈને ખાસ કરીને લુણાવાડાનગરમાં ભારે અટકળો ચાલી હતી કે શુ વનવિભાગ દ્વારા પાંજરા વાઘ પકડવામા માટે લાવ્યાછે ? તેવા સવાલોએ લોકચર્ચાનુ સ્થાન લીધુ હતુ.
આ અંગે અમારા “પ્રાઉડ ઓફ ગુજરાત” ન્યુઝ પોર્ટલના પ્રતિનીધી દ્વારા સત્યતા અને હકીકત જાણવા માટે મહીસાગરના ડીસીએફ આર.એમ.પરમારને ટેલિફોનિક સંપર્ક કરવામા આવ્યો હતો. તેમા તેમણે પાજરા લાવા માટેના સવાલનો ખુલાસો કરતા જણાવ્યુહતુ. કે આ પાંજરા સાસણગીરથી લાવામા આવ્યા છે. હાલની પરિસ્થીતિ જોતા અમે આ પાજરા લાવામા આવ્યા છે.હાલ તેને કોઈ જગ્યાએ મુકવાના નથી.વાઘ એકલુ પ્રાણી હોવાથી તે કઈ પણ કરી શકે છે.અને ભવિષ્યમાં કોઈ અનિચ્છીય બનાવ ન બને તેની તકેદેરીના ભાગરુપે આ પાંજરા લાવ્યા છે. તેમ કહીને તેમને પોતાની વાત પુરી કરી હતી.આમ મહિસાગરના ડીસીએફ સાથેની વાતચીતથી એ સ્પષ્ટથઈ ગયુ કે પાજંરા વાઘ પક઼ડવા નથી લાવામા આવ્યા.વાઘ સંતના જંગલોમા દેખાયાના છ જેટલા દિવસો વીતી ગયા બાદ હાલ પણ તેની ગતિવિધીઓ લોકેટ કરવાની તજવીજો ચાલી રહયો હોવાની સુત્રો પાસેથી માહિતી મળી છે.એકબાજુ શહેરા તાલુકાના બોરીયાના જંગલોમાં ગોવાળદ્વારા વાઘનીસાથે બે નાના વાઘ જોયા હોવાનો દાવો કરવામા આવતા વનવિભાગે એ દિશામાં તપાસ હાથ ધરવામા આવ્યાછે. તો જે વાઘ સંતના જંગલોમાં નાઈટવીઝન કેમેરામા દેખાયો તે જગ્યા ગઢ અને બોરીયાના જંગલોથી અંદાજીત ૨૫ કિમીથી વધુ દુર છે.ત્યારે તેને લઈને વાઘ તેના પરિવાર સાથે રહે છે.તેમજ બીજા પણ વાઘ હોવા સહિતની લોકચર્ચા લોકોમા સાંભળવાં મળી રહી છે.
વનવિભાગ દ્વારા મહિસાગર અને પંચમહાલના સરહદી જંગલના ગ્રામીણ વિસ્તારના લોકોને સાવચેતી માટે જાહેર સુચના જાહેર કરવામા આવીછે.તેમજ ઢોરને નુકશાન કરવામા આવે તો વળતર આપવાની જાહેરાત કરવામા આવી છે. તેમજ વાઘની ગતિવિધી દેખાય તો વનવિભાગને જાણ કરવાની સુચના પણ આપવામા આવી છે.
વાઘની ગતિવિધીઓને લઇને વનવિભાગ તપાસમાં કોઈ કસર છોડવા માંગતુ નથી એમ લાગી રહ્યુ છે,