રાજુ સોલંકી પંચમહાલ
મહીસાગર જિલ્લાના બાકોર ગામના વતની અને હાલ
ગોધરા તાલુકાની ગોન્દ્રા ગુજરાતી મિશ્ર પ્રા. શાળાના ભાષા શિક્ષક વિનુભાઈ પરમા ભાઈ બામણીયા સહિત ત્રણ શિક્ષકોનું સન્માન કરવામાં આવેલ.
ગુજરાત અને વિશ્વ કક્ષાએ માતૃભાષા બચાવવા માટે ઉત્તમ અને નોંધનીય કામ કરતી સંસ્થા માતૃભાષા અભિયાન અમદાવાદ દ્વારા રાજ્યમાં ત્રણ શિક્ષકોનું ગુજરાતી વિષયના ‘શ્રેષ્ઠ શિક્ષક ૨૦૧૯’ સન્માનિત કરવામાં આવ્યા હતા.જેમાં વિનુ બામણીયાને વિશ્વ માતૃભાષા દિવસે પ્રમાણપત્ર અને રોકડ પુરસ્કાર આપી ગુજરાતી સાહિત્યની પ્રથમ હરોળના સર્જક શ્રીમતી ડૉ ઉષા ઉપાદયાયના વરદ હસ્તે શાળા કક્ષાએ કરેલ અધ્યયન-અધ્યાપન માટે કરેલ પ્રયોગશીલ અને મૌલિક રીતે પ્રદાન કરવા બદલ સન્માન કરવામાં આવ્યું હતું.નોંધનીય છે કે વિનુ બામણીયા છેલ્લા ૧૮ વરસથી સાહિત્ય શિક્ષણ અને સમાજમાં ઉત્કૃષ્ટ કામગીરી કરતા હોય વિવિધ સાત જેટલી સંસ્થાઓ સહીત સરકારી વિભાગો દ્વારા સાત જેટલાં સન્માનો થયાં છે જેમાં જિલ્લા શિક્ષણ ચેરમેન,જિલ્લા વિકાસ અધિકારી અને રાજયકક્ષાના મંત્રી જયદ્રથથસિંહ પરમાર, સાંસદ સભ્ય પ્રભાતસિંહ ચૌહાણ,રાજ્ય સભા શમ્ભુનાથજી મહારાજ અને રાજ્યના મુખ્યમંત્રીના વરદ હસ્તે અઘઉં શ્રેષ્ઠ શિક્ષક,વિશિષ્ટ શિક્ષક અને સામાજિક કાર્યકર તથા સર્જક તરીકે એક અનેકવિધ એવૉર્ડ સન્માનો મેળવી શાળા સમાજ અને જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.
માતૃભાષા અભિયાન દ્વારા વિનુ બામણીયાનું શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માન…
Advertisement