Proud of Gujarat
FeaturedGujaratINDIA

મહેસાણામાં ચાઇનીઝ દોરીથી ચાર વર્ષની બાળકીનું મોત

Share

રાજ્યભરમાં લોકો ઉત્સાહથી મકરસંક્રાંતિનો તહેવાર ઉજવી રહ્યા છે. બીજી તરફ ગુજરાતમાં અનેક જગ્યાએ દોરી વડે લોકોના ગળા કપાયા હોય તેવી ઘટનાઓ બનવા પામી છે. મહેસાણામાંથી કરૂણ સમાચાર સામે આવી રહ્યા છે. મહેસાણાનાં વિસનગરમાં ચાઇનીઝ દોરી ગળાનાં ભાગે વાગવાથી ચાર વર્ષની દીકરીનું માતાની આંખ સામે જ મોત નીપજ્યું છે. જેના કારણે પરિવારમાં આક્રંદનો માહોલ છવાયો છે.

મહેસાણા-વિસનગરનાં કડી દરવાજા નજીકથી માતા ચાર વર્ષની બાળકીને લઇને જઇ રહી હતી. આ દરમિયાન બાળકીનાં ગળામાં ચાઇનીઝ દોરી અટવાઇ હતી. જે બાદ તે જીવલેણ દોરી બાળકીનાં ગળામાં વાગી હતી. જે બાદ બાળકી ગંભીર ઇજાગ્રસ્ત થતા તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જોકે ફરજ પરનાં ડોક્ટરે મૃત જાહેર કરવામાં આવી હતી. જેના કારણે આખા પરિવારમાં આક્રંદનો માહોલ છવાયો છે.

Advertisement

Share

Related posts

કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીની પત્રકાર પરિષદ યોજી.

ProudOfGujarat

ઝઘડિયા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના નવા બનેલ બિલ્ડીંગનો ઉદઘાટન સમારોહ યોજાયો

ProudOfGujarat

નવા દિવા ગામ વિસ્તારમાંથી ૭ જુગારીયા જુગાર રમતા ઝડપાયા … અગઝડતી અને દાવ પરના રૂ ૨૧૩૦૦ જપ્ત ….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!