Proud of Gujarat
FeaturedGujaratINDIA

મહેસાણાના લીંચ ગામે કબૂતરબાજીના કિસ્સામાં એક યુવક છેતરાયો અમેરિકા જવાની લ્હાયમાં રૂપિયા 45 લાખ ગુમાવ્યા

Share

બે નંબરમાં અમેરિકા જવાની લ્હાયમાં અત્યાર સુધી ઘણા લોકો કબૂતર બાજોની ચપેટમાં આવી ગયેલા છે અને લાખો – કરોડો રૂપિયા પણ ગુમાવવા પડ્યા છે. પરંતુ તોયે આવા અમેરિકા જવાની લાલચમાં આવીને છેતરામણી કરતા લોકો અટકતા નથી અને છેતરાવા તૈયાર લોકો પણ એમને મળી જાય છે. આવુ જ કંઇક બન્યું છે મહેસાણાના એક ગામમાં કે જ્યાં એક યુવકને રૂપિયા 50 લાખમાં વિદેશ જવાનું નક્કી થયું અને પૈસા પણ આપી દીધા અને ના જવા મળ્યું વિદેશ જવાનું કે ના મળ્યા રૂપિયા પરત.

મહેસાણાના લીંચ ગામે રતન ગઢપરામાં રહેતા આ છે 50 વર્ષીય પટેલ દિનેશકુમાર કાશીરામ શંકરદાસ કે જેમના પુત્રને વિદેશ જવાની ઈચ્છા પૂરી કરવા ગમે તેમ કરીને રૂપિયા 50 લાખ ભેગા કર્યા અને અમદાવાદના બે શખ્સો એ તેમને વિશ્વાસ અપાવતા બંનેને રૂપિયા 50 લાખ આપી પણ દીધા. અમદાવાદના સોલા રોડ પર આવેલા ગૌરવ બંગલોઝમાં રહેતા પટેલ જીનલ રાજેન્દ્રભાઈ અને વસ્ત્રાલના શિવસુખ નગરમાં રહેતા કલ્પેશ વ્યાસે ફરિયાદી પટેલ દિનેશભાઈને વિશ્વાસ આપ્યો હતો કે તેઓ ગમે તેમ કરીને તેમના પુત્ર સુનીલને અમેરિકામાં ઘુસાડી દેશે પણ દિનેશ પટેલના પુત્રને વિદેશ જવાનું સપનું કદાચ સપનું જ રહી જશે એ એમને નહોતી ખબર. વિદેશ જવા સુનિલને અહીંથી રવાના પણ કરવામાં આવ્યો પણ દુબઈમાં ગોંધી રાખી તેને માર મરાયો. પુત્ર એ તેના પિતાનો સંપર્ક કરતા ગમેતેમ કરીને સુનિલને પરત ઘરે બોલાવી દેવાયો. દિવસો વીતતા ગયા. 26 જૂન 2021 થી વિદેશ જવાનો મેળ પડ્યો કે ના રૂપિયા પરત મળ્યા. દિનેશ પટેલને છેતરામણીનો અહેસાસ થતા પૈસા પરત પણ માંગ્યા પણ મળ્યા માત્ર 5 લાખ અને બાકીના 45 લાખ પરત નહિ આપતા દિનેશ પટેલે મહેસાણાના લાંઘણજ પોલીસ મથકે આ બંને કબૂતરબાજો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.

Advertisement

દિનેશ પટેલ ને બે પુત્રો છે અને આજના જમાનામાં ભણેલા છોકરાઓને પણ નોકરી મળવી મુશ્કેલ હોઈ તેમના એક પુત્રને અમેરિકા મોકલવાનું નક્કી કર્યું. તેઓ સ્વીકારે છે કે બેરોજગારીને કારણે પોતાના એક પુત્રને તેઓએ બે નંબરમાં ગેરકાયદેસર વિદેશ મોકલ્યો હતો અને એના કારણે જ તેમને ફસાવવાનો વારો આવ્યો છે. બંને એજન્ટો એ રૂપિયા 50 લાખમાં વાયા કેનેડા મોકલવાનું કહ્યું હતું. પરંતુ તેમના પુત્રને દુબઈ પહોચાડીને જ રોકી લેવાયો અને સુનીલને પોતે ફસાઈ ગયા અને છેતરાયા હોવાનો અહેસાસ થતા પિતાને જાણ કરી હતી. પિતાને જાણ કરતા દુબઈમાં ત્રણથી ચાર મહિના વિઝા વગર રહેવાનો ફાઈન પણ ભરવો પડ્યો અને પરત ભારત આવી જવું પડ્યું. આ સમગ્ર મામલે મહેસાણાના લાંઘણજ પોલીસ મથકે આરોપી એજન્ટ જીનલ પટેલ અને કલ્પેશ વ્યાસ વિરૂદ્ધ ફરિયાદના આધારે પોલીસે તપાસ કાર્યવાહી હાથ ધરી છે. અત્યારસુધી કેટલાય યુવાનો અમેરિકા ગેરકાયદેસર જવાની લ્યાહમાં લાખો કરોડો રૂપિયામાં છેતરાઈ ગયા હોવાના કિસ્સા બની ચૂક્યા છે. અને હજુ પણ આવા કિસ્સાઓ બની રહ્યા છે. છતાં લોકો જલ્દી રૂપિયા રળી લેવા અમે અમેરિકા જવાની લ્હાયમાં અહી જ 50 લાખમાં વેપાર ધંધો કરવાની જગ્યા એ અમેરિકા જવા અને એ પણ ગેરકાયદેસર રીતે લાખો કરોડો રૂપિયા ખર્ચી દેતા હોય છે જેનાથી ચેતવા પોલીસ પણ અપીલ કરી રહી છે.


Share

Related posts

ઝઘડીયાના સારસા ગામે અનુસૂચિત જાતિ મોરચાની બેઠક મળી.

ProudOfGujarat

ભરૂચનાં ગોલ્ડન બ્રિજમાં કાર બ્રિજની રેલિંગ સાથે ભટકાતા અકસ્માત, અનેક વાહનો ટ્રાફિકમાં અટવાયા…

ProudOfGujarat

સરકારના મુખ્ય દંડકને ટેલીફોનીક ધમકી આપનાર ઇસમને ઝડપી પાડતી નડીયાદ ટાઉન સર્વેલન્સ સ્કોર્ડ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!