Proud of Gujarat
FeaturedGujaratINDIA

મોઢેરાનું સૂર્યમંદિર પણ હવે સોલાર ઉર્જાથી રાઉન્ડ ધ ક્લોક ઝગમગતું દેખાશે

Share

ગુજરાત માં આમ તો અનેક તીર્થો આવેલા છે. જેમાં મહેસાણા જિલ્લાના બેચરાજી ગામમાં આવેલા સુપ્રસિદ્ધ મોઢેરા સૂર્યમંદિર પર ઇતિહાસ રચવા જઈ રહ્યો છે. જેમાં મોઢેરાનું સૂર્યમંદિર સોલાર ઉર્જાથી રાઉન્ડ ધ ક્લોક ઝગમગી ઉઠતું જોવા મળશે . જેના કારણે સોલાર ગામના ૧૬૦૦ જેટલા પરિવારોના ઘર પણ રોશનીથી ઝળહળી ઉઠશે. ભારતના પ્રથમ સોલાર પ્રોજેકટનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવશે. મહેસાણા જિલ્લામાં આવેલું મોઢેરા ગામ સૂર્યમંદિરના કારણે દેશ અને દુનિયામાં વિખ્યાત છે. સૂર્યમંદિરના કારણે અહીં દેશ-દુનિયાના લોકો મોઢેરા ગામ અને મંદિરને નિહાળવા ખેંચાઈ આવે છે. જેથી મોઢેરા ગામને એક નવી અને આગવી ઓળખ પણ મળી રહી છે. જ્યારે મોઢેરા ગામ હવે દેશનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ ચલાવનાર ગામ બનવા જઇ રહ્યું છે. જેનું કામ હાલમાં પુરજોશમાં ચાલી રહ્યું છે. મોઢેરામા રૂપિયા 69 કરોડના ખર્ચે દેશનો પ્રથમ સોલાર પ્રોજેક્ટ બની રહ્યો છે. આ પ્રોજેક્ટ થકી સમગ્ર મોઢેરા ગામ અને સૂર્યમંદિર સૌર ઊર્જા પર ચાલશે.

સુજાણ પુરામાં સોલાર પ્રોજેકટનું કામ ચાલી રહ્યું છે. કામસમગ્ર ભારતમાં ૬૯ કરોડના ખર્ચે તૈયાર થયેલા સોલાર પ્રોજેકટનું સપ્ટેમ્બર માસમાં લોકાર્પણ કરવામાં આવશે. મોઢેરાથી ત્રણ કિલોમીટર દૂર સુજાણ પુરા ગામ ખાતે સોલાર પ્રોજેકટનું કામ ચાલી રહ્યું છે. જેમાં આ પ્રોજેકટ થકી મોઢેરા સૂર્ય મંદિર અને ગામમાં આવેલા ૧૬૧૦ પરિવારને સોલાર વીજળી પુરી પાડવામાં આવશે. રુપિયા 69 કરોડનો કુલ ખર્ચ ધરાવતો આ પ્રોજેક્ટ રાજ્ય સરકારની નોડલ એજન્સી ગુજરાત પાવર કોર્પોરેશન લીમીટેડ દ્વારા મહિન્દ્રા કંપની મહિન્દ્રા સસ્તેન લિમિટેડનો છે. જે દક્ષિણ કોરિયાથી ટેકનોલોજી આયાત કરે છે. જેમાં ખાસ વિશેષતા એ છે કે, બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ બીઇએસેસ ધરાવતા બજેટમાં ઉત્પાદિત સોલર એનર્જીનો ઉપયોગ રાત્રે પણ થશે. રુપિયા 69 કરોડના આ સોલાર પ્રોજેક્ટ દ્વારા ઉત્પાદિત સોલાર એનર્જી મોઢેરા ગામના કુલ 1610 ઘરોમાં અને સૂર્યમંદિરને દિવસ-રાત સૂર્ય ઉર્જા પૂરી પાડવામાં આવશે.

Advertisement

પરિસરમાં શૌર્ય ઉર્જાથી રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવશે. આ પ્રોજેકટ દ્વારા મોઢેરા સૂર્યમંદિર પરિસરમાં પણ શૌર્ય ઉર્જાથી રંગબેરંગી રોશની કરવામાં આવી રહી છે.હાલમાં સૂર્યમંદિરને રાત્રી દરમિયાન શૌર્ય ઉર્જાથી રંગબેરંગી રોશનીથી સજાવવાનો ટ્રાયલ રન ચાલી રહ્યો છે. આ રોશનીથી રાત્રી દરમિયાન એક અદભુત નજારો જોવા મળ્યો હતો. જ્યારે પ્રોજેકટ થશે એ દરમિયાન શૌર્ય ઉર્જાથી દરેક રાત્રી એ આ લાઈટો ઝળહળતી નજરે પડશે જે લોકોને આકર્ષિત કરશે. કુલ ઘરો પૈકીના 271 ઘર ઉપર એક કિલો વોટની રુફટોપ સિસ્ટમ પણ હાલમાં લગાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. જે વીજળી ઘર માલિકો ગ્રેડમાં વહેંચી પણ સબસે સ્માર્ટ પણ લગાવવામાં આવશે. કેન્દ્રના બિન પરંપરાગત ઉર્જા પર પ્રભાવ કે આ પ્રોજેક્ટ માટે 50 ટકા લેખે રૂપિયા 2.5 કરોડ ફાળવ્યા છે. જ્યારે સૂર્ય મંદિર આરટીઓ લોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા હસ્તક હોવાથી તેની પરમીશન મેળવી છે અને મંદિરના પરિસરમાં પાર્કિંગ પ્લોટ ખાતેથી સમગ્ર સિસ્ટમ ઓપરેટ થશે અને આ પ્રોજેક્ટ નું કામ હાલ પૂર્ણતા ના આરે છે. હાલમાં મોઢેરા ગામ વાસીઓ તથા મંદિરની વીજળીની જરૂરિયાત કલાક દીઠ માત્ર દસ હજાર છે, પરંતુ ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી પ્રોજેક્ટ દ્વારા કલાક 150 લાખ યુનિટ વીજ ઉત્પાદન આ પ્રોજેક્ટમાં આવશે. જેથી ગુજરાત માટે ખુશીની વાત કહી શકાય કે, સૂર્યમંદિર અને મોઢેરા ગામ દેશનું પ્રથમ સોલાર વિલેજ બનવા જઇ રહ્યું છે.મોઢેરા ખાતે આવતા પ્રવાસીઓ મંદિરની શોભા માત્ર દિવસ દરમિયાન જોઈ શકે છે. ત્યારે આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ પ્રોજેક્ટમાંથી ઉત્પન્ન થતી વીજળી દ્વારા મંદિર પરિસર સૌર ઊર્જાથી ઝળહળી ઉઠશે. જેમાં રાત્રી દરમિયાન સુંદર લાઇટિંગના નજરા સાથે જોવા મળશે. જેથી સૂર્ય મંદિરની નવી ઓળખને નિહાળવા પર્યટકોમાં પણ વધારો નોંધાઇ શકે છે.પ્રોજેકટનું મોટાભાગનું કામ પૂર્ણતાના આરે છે. સુપ્રસિદ્ધ મોઢેરા ગામને હવે સોલારથી ચાલનાર ગામ તરીકે ઓળખ મળશે. મોઢેરા ખાતે આવેલું સૂર્યમંદિર સુપ્રસિદ્ધ મંદિર છે. જેના કારણે મોઢેરા ગામને દેશ દુનિયાના લોકો ઓળખતા થયા છે. જેમાં હવે દેશનો પ્રથમ મોટો સોલાર પ્રોજેક્ટ સ્થાપિત થવાના કારણે હવે આ ગામને ફરી એક નવી ઓળખ મળી છે. જેમાં ભારતનું એક માત્ર એવું ગામ કે જ્યાં માત્ર સોલારથી ઉપકરણો ચાલશે. જેથી હવે દેશ વિદેશમાં સોલાર વિલેજ તરીકે મોઢેરા ગામ અને સૂર્યમંદિર ઉભરી આવશે.

દેશનો પ્રથમ સોલાર પ્રોજેકટ મોઢેરાથી નજીક આવેલ સુજણપુરા ખાતે સ્થાપિત કરવામાં આવ્યો છે. જે પ્રોજેક્ટની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. જ્યાં લગભગ કામગીરી પૂર્ણ થવા આવી છે. મોઢેરા ગામમાં મકાનોની છત પર સોલાર સિસ્ટમ લાગવાની કામગીરી ચાલી રહી છે. જેમાં મોઢેરા ગામમાં પંચાયત, શાળાઓ, મંદિરો, દવાખાનાઓ અને મકાનો પર મોટા ભાગની સોલાર સિસ્ટમ ફિટ કરી દેવામાં આવી છે અને બાકી રહેલા મકાનો પર સિસ્ટમ લગાડવાની કામગીરી ચાલી રહી છે.સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ આગામી 17 સપ્ટેમ્બરના રોજ પ્રધાનમંત્રી મોદી આ પ્રોજેક્ટનું લોકાર્પણ કરાવી શકે છે. જોકે આ અંગે હજુ કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.


Share

Related posts

નાંદોદના ધારાસભ્ય પી.ડી વસાવાએ વિધાનસભામાં ગુજરાતની કોલેજ શિક્ષણ અને ભરતી પ્રશ્ને પ્રશ્નો ઉઠાવ્યા.

ProudOfGujarat

અંકલેશ્વરમાં વાલીયા ચોકડી સહિતના વિસ્તારોમાં ટ્રાફિક નું નિરાકરણ ન થતા જાગૃત નાગરિકે મામલતદારને લખ્યો પત્ર

ProudOfGujarat

શ્રવણ ચોકડી વિસ્તારમાં ચાલતા કોરલ સ્પા પર પોલીસ ના દરોડા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!