મહેસાણા જિલ્લાના બેચરાજી ખાતે હાલમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલ અલ્પિતા ચૌધરીનો ફિલ્મી સોંગ પર વીડિયો વાયરલ થયાં છે. હાલમાં સમગ્ર મામલે અલ્પિતા ફરીવાર વિવાદમાં ઘેરાઈ છે. બેચરાજી પોલીસ સ્ટેશનની મહિલા પોલીસ કર્મી જેને હાલમાં બેચરાજી મંદિરમાં ડ્યુટી આપવામાં આવી છે.
જોકે ડ્યુટીના સમયે અલ્પિતાએ ઇન્સ્ટાગ્રામમાં ફિલ્મી ગીતો પર વીડિઓ બનાવેલા હતા એ હાલમાં સોસીયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યા છે. તેના આ વીડિયો બાબતે મીડિયામાં ચર્ચાઓ શરૂ થતાં જ તેણે ઈન્સ્ટાગ્રામ પર લાઈવ થઈને મીડિયાની ટીકાઓ કરી હતી. તણે કહ્યું હતું કે મેં ફરજ દરમિયાન કોઈ વીડિયો બનાવ્યાં નથી. આ મામલે હવે એડિશ્નલ કલેક્ટરે તપાસના આદેશ આપ્યાં છે.ટીકટોક વીડિયો બનાવીને ચર્ચામાં આવેલી પોલીસ કોન્સ્ટેબલ અલ્પિતા ચૌધરીએ ફરી એકવાર નિયમો તોડ્યા છે.
અલ્પિતા ચૌધરીએ બહુચરાજી મંદિરમાં રિલ્સ બનાવી અને ઇન્સ્ટાગ્રામ પર મૂકતા વિવાદ છંછેડાયો છે. ટીકટોક વીડીયો માટે અગાઉ અલ્પિતાને સસ્પેન્ડ કરાઈ હતી. ત્યારે તેણે ચાલુ ડ્યુટીમાં પોલીસનો યુનિફોર્મ પહેરીને બહુચરાજી મંદિરના પ્રાંગણમાં બોલિવૂડના સોંગ પર વીડિયો બનાવ્યા છે. બેફામ મહિલા પોલીસકર્મીની હરકતો પોલીસ વિભાગમાં ચર્ચાસ્પદ બની છે.પરંતુ મોટી સંખ્યામાં અલ્પિતાના ફોલોવર્સ આ લાઈવ વીડિયોમાં જોડાયા હતા. ત્યારે સવાલ એ છે કે, એક પોલીસ કર્મીને આ પ્રકારે લાઈવ વીડિયોમાં રિવોલ્વર બતાવી કેટલા અંશે યોગ્ય??
વિવાદિત પોલીસ કોન્સ્ટેબલ અલ્પિતા ચૌધરીએ વધુ એક વખત નિયમ નેવે મૂક્યા છે. અગાઉ પોલીસ સ્ટેશનમાં વીડિયો બનાવનાર અલ્પિતાને સસ્પેન્ડ કરાઈ હતી. હાલ અલ્પિતાને બહુચરાજીમાં ડ્યુટી સોંપાઈ હતી. બહુચરાજી મંદિરમાં ફરજ ઉપર મૂકાયેલી અલ્પિતા ચૌધરીએ રિલ્સ બનાવી પોતાના ઈન્સ્ટાગ્રામ આઈડી ઉપર મૂક્યા છે.અલ્પિતએ પોલીસ ડ્રેસમાં ચાલુ ફરજે ઈન્સ્ટા રિલ્સ બનાવ્યા છે. વધુ એકવાર અલ્પિતાએ ચાલુ ડ્યુટી પર વીડિયો બનાવ્યો છે. અલ્પિતાએ ફેમ મેળવવા ન તો મંદિરની ગરિમા સાંભળી, ન તો ખાખી વર્દીની ગરિમા સાચવી. તેણે બોલિવુડ ગીતો પર મંદિરના કેમ્પસમાં જ વીડિયો બનાવીને અપલોડ કર્યા.