Proud of Gujarat
FeaturedGujaratINDIASportUncategorized

ઝારખંડ ની ટીમમાં મહેન્દ્રસિંહ ધોનીની જગ્યાએ વરૂણ એરોન સંભાળશે કેપ્ટનની પદવી

Share

ટીમ ઇન્ડિયાના સ્ટાર મહેન્દ્ર સિંહ ધોની હવે માત્ર વનડે અને ટી-20 ક્રિકેટમાં જ ભારત માટે રમે છે. ત્યારે એવી અટકળો આવી રહી હતી કે, ધોની સૈય્યદ મુશ્તાક અલી ટુર્નામેન્ટ રમી શકે છે. હવે આ અટકળો પર સંપૂર્ણપણે અંત આવી ગયો છે. ધોનીની જગ્યાએ ઝડપી બોલર વરૂણ એરોન ઇસ્ટ જોન સૈય્યદ મુશ્તાક અલી ટી-20 લીગ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ઝારખંડની આગેવાની કરશે. તેનાથી મહેન્દ્ર સિંહ ધોનીનો આ ટુર્નામેન્ટ માટે ઉપલબ્ધ રહેવાની અટકળો પર અંત આવી ગયો છે.

અત્યારે કોઈ ટી-20 ટુર્નામેન્ટનો કાર્યક્રમ નહિ એવામાં આવી રીતની અટકળો હતી કે, આઈપીએલની હરાજી પહેલા બે વર્લ્ડ કપ વિજેતા ટીમના કેપ્ટન રહી ચુકેલા ધોની પ્રદેશ તરફથી રમી શકે છે. તેમ છતાં એવું સમજાઈ રહ્યું છે કે, ધોનીએ પસંદગી સમિતિથી પોતાના નામ પર વિચાર નહી કરવાનો કહ્યું છે. તેમ છતાં ઝારખંડ તફથી સૌરભ તિવારી, ઈશાંક જગ્ગી, વિરાટ સિંહ અને ઇશાન કિશાન જેવા ખેલાડી મેદાન પર ઉતરશે.

Advertisement

સૌજન્ય(સાંજ સમાચાર)


Share

Related posts

સમસ્ત વણકર સમાજ ટ્રસ્ટ, ભરુચ દ્વારા વાર્ષિક ઇનામ વિતરણ તેમજ જીવનસાથી પરિચય પસંદગી મેળો યોજાયો.

ProudOfGujarat

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વાંકલ દ્વારા ડેન્ગ્યુ ની જનજાગૃતિ અંગે રેલી કાઢી.

ProudOfGujarat

અંકલેશ્વરની મંગલદીપ સોસાયટીમાં સિકયુરિટી ગાર્ડની લાશ મળી આવતા પોલીસે તપાસનો દોર શરૂ કર્યો છે.

ProudOfGujarat
error: Content is protected !!