મહેમદાવાદ પાલિકામાં થોડા મહિના અગાઉ એમજીવીસીએલના નાણાનું બિલ ચડી જતા અને કરોડની ઉપરની રકમના ચુકવણા પાલિકા દ્વારા ન કરાતા એમજીવીસીએલ દ્વારા સ્ટ્રીટ લાઈટોના કનેક્શનનો કાપી નાખવામાં આવ્યા હતા. જેને લઇને ફેબ્રુઆરી મહિનામાં સભ્યો દ્વારા ઠરાવ કરવામાં આવ્યો હતો. જેમાં બે ટાઇમ આપવામાં આવતા પાણીને એક ટાઈમ પાણી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હાલ પાલિકાને બે ટંક પાણી આપવાને કારણે રૂ.૨૨ લાખનું બિલ આવે છે.
જેને એક ટંક કરવામાં આવતા બિલ ૫૦ ટકા ઘટીને રૂ.૧૧ લાખ જેટલું થયો પાલિકાના સભ્યો દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો. જેને પાલિકા દ્વારા સોશિયલ મીડિયા મારફતે વાયરલ કરવામાં આવતા શહેરની મહિલાઓએ પાલિકામાં હલ્લાબોલ કર્યા હતા. ઉપરાંત મહિલાઓએ જણાવ્યુ હતુ કે પાલિકા દ્વારા પૂરતો સમય પાણી આપવામાં આવતુ નથી, અને અમુક વિસ્તારોમાં પાણી આવતુ જ નથી. ત્યારે જો પાલિકા દ્વારા એક ટંક પાણી કરવામાં આવતા અમારે હાલાકી વેઠવાનો વારો આવશે.