Proud of Gujarat
FeaturedGujaratINDIA

મહેમદાવાદ વિધાનસભા વિસ્તારના ૩૦૦ થી વધુ કોંગ્રેસ કાર્યકરો ભાજપમાં જોડાયા

Share

મહેમદાવાદ વિધાનસભા વિસ્તારના ૩૦૦ થી વધુ કોંગ્રેસ કાર્યકરોએ કૉંગ્રેસનો છેડો ફાડી ભાજપનો ભગવો ધારણ કર્યા હતો. ખાસ કરીને મહેમદાવાદ વિસ્તારમાં બારમુવાડા જિલ્લા પંચાયત બેઠકના અગ્રણીઓ, કાર્યકરો ભાજપમાં જોડાયા હતા.

નડિયાદમાં કમલમ ખાતે યોજાયેલા કાર્યક્રમના સહુ કાર્યકારોનું ઉમળકાભેર સ્વાગત કરાયું હતું. આ સમારંભના અધ્યક્ષ ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટે સહુ કાર્યકરોને આવકારતા જણાવ્યું હતું કે, આજેના રોજ કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સુશાસનને નવ વર્ષ પુરા થાય છે ત્યારે તેમની રાષ્ટ્ર અને પ્રજા માટે કામ કરવાની પદ્ધતિથી પ્રેરાઈ આપ સહુએ ભાજપમાં જોડાવાનો નિર્ણય લીધો છે. તે ખૂબ જ યથા યોગ્ય નિર્ણય છે અને સહુને ઉમળકાભેર આવકારતા આનંદ અનુભવું છું. ભાજપમાં કોઈ નેતા આધારિત રાજકારણ નથી. અહીં સિદ્ધાંતોનું રાજકારણ છે. પક્ષને સમર્પિત રહી કામ કરવા સહુ નવા કાર્યકરોને આહવાન કર્યું હતું. આ પ્રસંગે મહેમદવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણએ જણાવ્યું હતું જે ભાજપ એ પાર્ટી જ નહીં એક પરિવાર છે. અહીં પારિવારિક ભાવનાથી કાર્ય થાય છે. આ પ્રસંગે મહેમદાવાદ વિસ્તારના અગ્રણી ડાઉલતસિંહ ડાભી, એપીએમસીના ચેરમેન અપૂર્વભાઈ પટેલ,અમિતભાઇ  ડાભી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

ગોધરા ખાતે આવેલી સાર્વજનિક કોમર્સ કોલેજમાં દિવાકર શુક્લનો હાસ્ય કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

સમગ્ર દેશમાં પ્રથમવાર ગુજરાતમાં ઐતિહાસિક જન સંકલ્પ રેલીનું આયોજન… જેમાં એક મંચ ઉપર કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી,UPA ચેરપર્સન સોનિયા ગાંધી,પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહ તેમજ AICCના મહાસચિવ પ્રિયંકા ગાંધી ઉપસ્થિત રહેશે…

ProudOfGujarat

છોટાઉદેપુરમાં પાડોશીએ તીર વડે હુમલો કરતાં ઇજાગ્રસ્તની ત્રણ કલાક બાદ સર્જરી સફળ રહી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!