સુરત જિલ્લાના બારડોલી તાલુકાના સરભાણ ગામમાં રહેતા શિક્ષક અમદાવાદ કેન્સર હોસ્પિટલમાં દાખલ ભાઇને પૈસા આપવા ટ્રેનમાં જઇ રહ્યા હતા. દરમિયાન મહેમદાવાદ રેલવે સ્ટેશન પર ટ્રેન ઉભી રહેતા શિક્ષક પાસે રહેલી બેગ રૂ. ૨૩ હજાર કોઇ અજાણ્યા શખ્સ રાતના સમયે ચોરી કરી ફરાર થઇ ગયો હતો. નડિયાદ રેલવે પોલીસે ગુનો નોંધ્યો છે.
સુરત જિલ્લાના બારડોલી તાલુકાના સરભણ ગામમાં રહેતા ભાવેશ ઢીમ્મર જે શિક્ષક તરીકે ફરજ બજાવે છે. અમદાવાદ કેન્સર હોસ્પિટલમાં ભાવેશના ભાઇને દાખલ કર્યા હતા અને તેને પૈસા આપવાના હતા. જેથી ૧ જુલાઇના રોજ ભાવેશ પત્ની સાથે નવસારી રેલવે સ્ટેશન થી અમદાવાદ ટ્રેનમાં જઇ રહ્યા હતા. તે સમયે તેની પાસે રહેલી બેગ સીટ પર મૂકી સૂઈ ગયા હતા. રાતના અરસામાં મહેમદાવાદ રેલ્વે સ્ટેશન આવતા ટ્રેન ઉભી રહી હતી તે સમયે કોચમાંથી ચોર ચોરની બૂમ પડતા ભાવેશ જાગી જતા તેની પાસે રહેલી બેગ જોવા મળી ન હતી. ચોરાયેલ બેગમાં ઇલેક્ટ્રિક સામાન અને રોકડ રૂ ૨૦ હજાર મળી કુલ રૂ ૨૩ હજાર ૪૪૨ ની મત્તાની ચોરી થઇ હતી. આ બનાવ અંગે નડિયાદ રેલવે પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.