Proud of Gujarat
FeaturedGujaratINDIA

મહેમદાવાદ પાસે પ્રેમી પંખીડાએ વાત્રક નદીમાં ઝંપલાવી મોતને ભેટ્યા

Share

મહેમદાવાદના પરસાતજ ગામના યુવક-યુવતીએ એકબીજાને બાથ ભીડી વાત્રક નદીમાં ઝંપલાવી મોતને વ્હાલું કર્યુ છે. મહેમદાવાદ પોલીસે અપમૃત્યુનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મહેમદાવાદ તાલુકાના પરસાતજ ગામે રહેતા જીતેન્દ્ર ભરતભાઈ ગોહિલ અને ગામમાં રહેતી કિંજલબેન વિક્રમભાઈ ડાભી બંન્નેનો મૃતદેહ વિરોલ ગામની સીમમાંથી પસાર થતી વાત્રક નદીમાં બાથ ભીડેલી હાલતમાં સોમવારે સવારે જોવા મળ્યા હતા. સ્થાનિકોએ મહેમદાવાદ પોલીસને જાણ કરતાં પોલીસ બનાવ સ્થળે દોડી આવી સ્થાનિક તરવૈયાઓની મદદથી નદીમાંથી બંન્નેના મૃતદેહને બહાર કાઢ્યા હતા. ઓળખ છતી કરવામાં આવી હતી. પોલીસની તપાસમાં આ બંનેને એકબીજા સાથે પ્રેમ સંબંધ હોય પણ આ પ્રેમ સમાજ નહીં સ્વીકારે તેમજ સમાજ લગ્ન નહીં કરવા દે તેવા ડરથી એકબીજાને બાથભીડી સજોડે આપઘાત કરી દીધો હોવાનું જાણવા મળ્યું છે. હાલ પોલીસે લાલાભાઈ રામાભાઈ ગોહિલની જાહેરાતના આધારે અપમૃત્યુની નોધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ શહેરનાં ફુરજા બંદર ખાતે રાત્રિનાં સમયે ફરવા ગયેલા લોકો પાછળ પોલીસ કાફલો દોડતા લોકોમાં ભાગદોડ મચી જવા પામી હતી.

ProudOfGujarat

ભરૂચ : પી.એમ મોદીનાં જન્મદિવસ નિમિતે જિલ્લાની 1000 દીકરીઓના ખાતામાં 1000/- રૂપિયા ભરી સુકન્યા સમૃદ્ધિ યોજનાનો અપાવ્યો લાભ.

ProudOfGujarat

રાજ્યમાં વેતન માટે આંદોલન કરનાર ડોક્ટર્સને સરકારે શરતી ધોરણે ઉચ્ચ પગાર આપવા કર્યો નિર્ણય.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!