Proud of Gujarat
FeaturedGujaratINDIA

મહેમદાવાદ રોડ પર સીએનજી રિક્ષા ડિવાઇડર સાથે અથડાતાં એકનું મોત 

Share

મહેમદાવાદ પાસેના દેવકી વણસોલ ગામે મોડી રાત્રે એક અકસ્માત સર્જાયો છે. સામેથી આવતા કોઈ વાહનના લાઈટથી અંજાઈ જતા ચાલકે રીક્ષાને ડીવાઈડર સાથે અથડાઇ હતી. જેથી રીક્ષા પલ્ટી ખાઈ જતાં એકનું મૃત્યુ થયું છે. આ બનાવ મામલે મહેમદાવાદ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

અમદાવાદના ઓઢવમાં રહેતા અનિકેત દિનેશભાઈ પરમાર પોતે રિક્ષા ચલાવતા સાથે અન્ય કામ પણ કરતા હતા. ગઈકાલ ડાકોરમાં શ્રીજી પાર્ક સોસાયટીમાં લગ્ન હતાં અને તેમાં અનિકેત વેઈટર તરીકે તેમના ભાઈ પ્રણવ અશોકભાઈ પરમાર સાથે આવ્યાં હતાં. અનિકેતભાઈ તથા તેમના ઘરે રહેતા રણછોડ ઉર્ફે કૈલાસ હરિસિંગ જયપાલ તેમજ બિસ્તાબાનુ મહંમદ શાહરુખ વ્હોરા રહે. જુહાપુરા અમદાવાદ, સાનીયાબાનુ અખ્તરહુસેન શેખ રહે જુહાપુરા અમદાવાદ અને સાહસ્તાબાનું મુસતક અહંમદ સૈયદ રહે શાહઆલમ અમદાવાદ સાથે અહીયા સીએનજી રીક્ષા લઇને આવ્યાં હતાં. જે રણછોડ ઉર્ફે કૈલાસ હરીસિંગ જયપાલ રીક્ષા ચલાવતા હતા. અને રાત્રીના ત્રણ વાગ્યાની આસપાસ મહેમદાવાદના દેવકીવણસોલ પાસેથી પસાર થઈ રહ્યા હતાં ત્યારે મહેમદાવાદ તરફથી ફુલ લાઈટમાં વાહન આવતા રણછોડભાઇ અંજાઈ ગયા હતા અને રોડ વચ્ચે આવેલ ડીવાઇડર સાથે રીક્ષા અથરાઇને પલટી ખાઇ હતી. આ અકસ્માતમાં સાહિસ્તાબાનુનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. આ બનાવ સંદર્ભે અનિકેત દિનેશભાઈ પરમારના ફરીયાદના આધારે મહેમદાવાદ પોલીસે તપાસ હાથ ધરી છે.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાના અધ્યક્ષપદે તપોવન સંસ્કાર કેન્દ્ર ખાતે સાંસદ યોગ સ્પર્ધા યોજાઈ

ProudOfGujarat

હરિહર ઉદાસીન આશ્રમ ખાનપુર લાટ ખાતે રાવળ યોગી સમાજનો દ્વિતિય સમુહ લગ્નોત્સવ યોજાયો

ProudOfGujarat

ભરૂચ : કોરોનાનું ભથ્થું તાત્કાલિક ધોરણે ચૂકવવા મહિલા શક્તિ સેનાએ જિલ્લા વિકાસ અધિકારીને લેખિત આવેદન પાઠવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!