મહેમદાવાદના ભાથીભાઇ ઝાલાને પૈસાની જરૂર હોવાથી વ્યાજે પૈસા લીધા હતા. ભાથીભાઇ દ્વારા વ્યાજે પૈસા ચૂકવવા મુશ્કેલ થઇ જતા તેમણે વ્યાજે પૈસા વ્યાજ ઓછું કરવા વિનંતી કરી હતી. વ્યાજે પૈસા આપનાર ઇસમો દ્વારા ફરિયાદીના ભાઇને જાનથી મારી નાખવાની ધમકી આપી બળજબરીથી પૈસા પડાવી લેવાનો પ્રયાસ કરતા ભાથીભાઇએ વ્યાજે પૈસા આપી હેરાન કરનાર ત્રણ ઇસમો સામે મહેમદાવાદ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે.
મહેમદાવાદના ખાત્રજમાં રહેતા ભાથીભાઇ ઝાલાને દવાખાનુ આવી જતા પૈસાની જરૂર હોઇ વિષ્ણુભાઇ, અજયસિંહ અને યુવરાજસિંહ જાદવ પાસેથી દરરોજના રૂ.૨૦૦ના વ્યાજ પેટે રૂ.૮ હજાર અને તેમના દિકરા અર્જુને દરરોજના રૂ.૧૦૦ ના પેટે રૂ.૪ હજાર વ્યાજે લીધા હતા. અત્યાર સુધી
તેમણે દરરોજ રૂ.૨૦૦ વ્યાજ ચૂકવ્યું હતું. પરંતુ આર્થિક તંગી પડતા તેઓએ વ્યાજ ઓછુ કરવા જણાવ્યું હતું. જેને લઇ ત્રણેય ઇસમોએ કોરા ચેકમાં મોટી રકમ ભરી ૧૩૮ નો કેસ કરવાની ધમકી આપી હતી. બે દિવસ અગાઉ ત્રણેય ઇસમો ભાથીભાઇ અને તેમના મિત્રના ઘરે આવી ગમેતેમ ગાળો બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપી અને વ્યાજના નાણાં બળજબરીથી પડાવી લેવાની કોશિશ કરી હતી. જોકે ઘરના લોકો બુમો કરતા તે વખતે જતા રહ્યા હતા. ત્યારબાદ ત્રણેય જણા ફરીથી ઘરે આવીને ગમે તેમ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. વ્યાજખોરોના ત્રાસથી કંટાળી વિષ્ણુભાઈ જાદવ, અજય સિંહ જાદવ અને યુવરાજસિંહ જાદવ સામે મહેમદાવાદ પોલીસ સ્ટેશને ફરિયાદ કરી હતી.
નરેશ ગનવાણી : નડિયાદ