Proud of Gujarat
FeaturedGujaratINDIA

મહેમદાવાદમાં ચોરી કરી પરત અમદાવાદ જતી ત્રિપુટી ઝડપાઇ

Share

અમદાવાદથી મહેમદાવાદ ચોરી કરવા આવતી ત્રિપુટી પોલીસના હાથે ઝડપાઇ ગઇ હતી. અમદાવાદમાં જુગાર અને ચોરીના કેસોમાં ઝડપાઈ ચૂકેલા અને બે બે વાર પાસાની સજા ભોગવી ચૂકેલા મોહશીન હુસેન શેખ, રહે. નુરે રેહાન સોસાયટી, જુહાપુરા, સમીરખાન ઉર્ફે કાણિયો પઠાણ રહે. યુસુફ રેસીડેન્સી, જુહાપુરા, જાઉલખાન ઉર્ફે જાવલો મલેક રહે.

ફિરોઝ બિલાલ સોસાયટી, વેજલપુર રોડ ચોરી કરવા મહેમદાવાદ શહેરમાં ઘૂસ્યા હતા. રાત્રે 4 વાગ્યાની આસપાસ શહેરની તેજસ પાન પાર્લરની દુકાનના શટરના તાળા તોડી દુકાનમાં પ્રવેશ કરી પાન-મસાલાનો સામાન, રોકડા, સિગારેટના બોક્સની ચોરી કરી હતી.

Advertisement

પરંતુ મુદ્દામાલ ચોરી કરી પરત અમદાવાદ જઈ રહ્યા હતા, તે દરમિયાન પેટ્રોલીંગ કરી રહેલ મહેમદાવાદ પોલીસના હાથે ચઢી ગયા હતા. પોલીસે તમામની પુછપરછ કરતા ચોરી કરેલ સામાન અને ચોરીમાં ઉપયોગમાં લીધેલ રિક્ષા, તથા મોબાઈલ મળી કુલ રૂ.70 હજારનો મુદ્દામાલ સાથે તમામને ઝડપી પાડ્યા હતા.


Share

Related posts

અંકલેશ્વર ખાતેથી ચોરી થયેલ રીક્ષાના રીઢા ઇસમને ગણતરીના કલાકોમાં અમદાવાદથી ભરૂચ એલ.સી.બી.એ ઝડપી પાડયો.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં વસતા પરપ્રાંતિયોને આજે અન્ય રાજયમાં પોતાના વતન મોકલવા માટે તંત્ર દ્વારા આરોગ્ય તપાસ અને રેલ્વે ટ્રેનની ટિકિટ આપવામાં આવી.

ProudOfGujarat

સુરત : માંગરોળ તાલુકા યુવા મોરચા ભાજપની પ્રથમ કારોબારી બેઠક યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!