Proud of Gujarat
FeaturedGujaratINDIA

મહેમદાવાદના બજાર વિસ્તારમાં આવેલ પોસ્ટ ઓફિસમાં પ્રવેશ કરી તસ્કરો દ્વારા ચોરીનો પ્રયાસ

Share

મહેમદાવાદના બજાર વિસ્તારમાં આવેલ પોસ્ટ ઓફિસને તસ્કરોએ નિશાન બનાવ્યો છે. જોકે આ ચોરીના બનાવમા તસ્કરોને નિષ્ફળતા મળતા ચોરો ફરાર થયા હોવાનું જાણવા મળ્યું છે.

મહેમદાવાદ શહેરમાં વિરોલ દરવાજા પાસે સામૂહિક આરોગ્ય કેન્દ્રની બાજુમાં સ્ટેશન રોડ પર  આવેલી પોસ્ટ ઓફિસમાં તસ્કરોએ ચોરીનો પ્રયાસ કર્યો છે.  ઈસમો રાત્રે પાછળથી લોખંડની જાળી તોડી અંદર ઘુસ્યા હતા અને લોકરને ખોલવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ  લોખંડનુ લોકર ન ખુલતા તસ્કરો ફરાર થયા હતા. જોકે ચોરી કરવા આવેલા તસ્કરો સીસીટીવીની હાર્ડીસ્ક લઇ ફરાર થઇ ગયા છે. પોસ્ટ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ  સોમવારે સવારે ઓફિસે આવતા ખબર પડી કે ચોરીનો પ્રયાસ થયો છે. આ બનાવ મામલે પોસ્ટ માસ્તરે જણાવ્યું કે, ઘટના સાચી છે અને આજે અમારો સ્ટાફ આવતા ચોરીનો પ્રયાસ થયો હોવાનું જાણવા મળ્યું છે. આ સમગ્ર મામલે મહેમદાવાદ પોલીસમાં પણ જાણ કરી દેવામાં આવી છે. પોસ્ટ ઓફિસની પાછળથી લોખંડની જાળી તોડી અંદર ઘુસ્યા હોવાનું અનુમાન છે.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

સુરતમાં 2 વર્ષથી નકલી દસ્તાવેજો સાથે રહેતો બાંગ્લાદેશી ઝડપાયો, મોબાઈલમાંથી જેહાદી વીડિયો અને સાહિત્ય મળ્યું

ProudOfGujarat

નર્મદામાં કોરોના જેવી મહામારી વચ્ચે પણ ઝોલા છાપ તબીબ પ્રેક્ટિસ કરતો ઝડપાયો : દેડીયાપાડા પોલિસે અટક કરી.

ProudOfGujarat

સુરતનાં કતારગામની રહીશ સગીરાનું અપહરણ કર્યા બાદ ગેંગ રેપ કરનારા છ શખ્સોને પોલીસે ઝડપી જેલ ભેગા કર્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!