મહેમદાવાદ-મહુધા રોડ પર આવેલ શીવદીપ બંગ્લોઝમા રહેતા ૩૮ વર્ષિય અંકિતાબેન અશોકભાઈ પટેલ લગભગ ૧૩ વર્ષથી શિક્ષિકા તરીકે કઠલાલ
તાલુકાના પીઠાઈ ખાતે પીઠેશ્વરી વિદ્યામંદિરમાં નોકરી કરે છે. ગયા માર્ચ મહિનાથી તેઓને શાળાનો ભૂતપૂર્વ વિદ્યાર્થી અશોક કનુભાઈ ડાભી (રહે.ખારીયા
વિસ્તાર, પીઠાઈ)નો હેરાન કરે છે. ગત ૮ માર્ચે આ અશોકે તેના તેમજ તેના પિતા કનુભાઈ ડાભીના મોબાઇલ ફોનથી શિક્ષિકા અંકીતાબેનને ફ્રેન કરી
પૈસાની માગણી કરતો હતો. જોકે આ પૈસા આપવાની ના પાડતાં અશોકે ગાળો બોલી હતી. અને વારંવાર અશોક જુદાજુદા નંબરો મારફ્તે આ શિક્ષિકાને ફેન કરી હેરાન કરવા લાગ્યો હતો. આથી કંટાળેલી શિક્ષિકાએ પોતાનો નંબર બદલી દીધો હતો. પરંતુ આમ છતાં અશોક ગમે તે રીતે નવો નંબર મેળવી પૈસાની માંગણી કરી હેરાનગતિ કરતો અને બિભત્સ ગાળો બોલતો હતો. સમગ્ર મામલે શિક્ષિકાએ પોતાના પતિને વાત કરતાં તેઓના પતિએ
પણ આ અશોકના પિતાને જાણ કરી હતી. તે બાદ અશોક શિક્ષિકાના પતિને પણ ગંદી ગાળો બોલવા લાગ્યો હતો. આખરે શિક્ષિકાએ કંટાળીને આ મામલે ભૂતપૂર્વ વિદ્યાર્થી અશોક કનુભાઈ ડાભી અને તેના પિતા કનુભાઈ ડાભી (બંન્ને રહે.ખારીયા વિસ્તાર, પીઠાઈ) સામે કઠલાલ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
નરેશ ગનવાણી : નડિયાદ