(યજુવેન્દ્રસિંહ ચુડાસમા)
મહેમદાબાદ નગરપાલિકાની ચૂંટણી માં આગામી ૧૭ ફેબ્રુઆરીના રોજ થનાર છે. ત્યારે શાક્ષાક પક્ષ ભાજપમાંથી ૨૨ ઉમેદવારો, કોંગ્રેસમાંથી ૧૧, શિવસેના માંથી ૧, અપક્ષ માંથી ૮૫ એમ કુલ થઇ ૧૧૯ ફોર્મ ભરાયા હતા જ્યારે વોર્ડ નબર ૧ થી ૧૪, વોર્ડ નંબર ૨૨ થી ૨૦, વોર્ડ નંબર ૩ – ૧૮, વોર્ડ નંબર ૪ થી ૨૯, વોર્ડ નંબર ૫ થી ૧૧, વોર્ડ નંબર ૬ થી ૧૧, વોર્ડ નંબર ૭ થી ૧૬ એમ થઇ ૧૧૯ ફોર્મ ભરાયા હતા. બંને પક્ષો તરફથી એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. વોર્ડ નબર ૧ માં પૂર્વ મહિલા પ્રમુખનું પત્તું કપાતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે જ્યારે કોંગ્રેસ પક્ષમાંથી આવનાર ઉમેદવારને ભાજપ દ્વારા ટિકિટ આપવામાં આવી છે જ્યારે સત્તાપક્ષ ભાજપ દ્વારા ટિકિટ ફાલ્વાનીમાં ક્યાંક ને ક્ય્તાંક કચાસ રહી ગઈ હોવાનું ગ્રામજનો કહી રહ્યા છે. ભાજપ દ્વારા ફાળવવામાં આવેલી તિકિતોમાં અસંતોષ ચરણ સીમાએ પહોંચી ગયો છે. હવે જોવાનું રહ્યું કે મતદારો કોને પાસ કરે છે અને કોને ફેઈલ કરે છે.