( યજુવેન્દ્ર સિંહ ચુડાસમા મહેમદાવાદ )
મહેમદાવાદ પશ્વિમ વિસ્તારમા આવેલ રેલ્વેનુ ગરનાળુ પાણીથી ભરાઈ ગયુ છે. ગરનાળામાથી પસાર થવુ ઓકો માટે સાબિત થઈ રહ્યુ છે. હાલમા ભર ઉનાળે ચોમાસા જેવી સ્થીતીનુ નિર્માણ થયુ છે. જેના લીધે આજુ-બાજુની સોસાયટીના રહીશો તેમજ અહીથી પસાર થતા રાહદારીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ ગરનાળાનો ઉપયોગ આજુબાજુ ના ગામડાના લોકો તેમજ નજીકમા આવેલ જી.ઈ.બી કર્મચારીઓ કરે છે. ગરનાળામા પાણી હોવાના કારણે આશરે બે થી ત્રણ કિ.મી ફરીને જવાનો વારો આવે છે. જ્યારે આ બાબતે શહેરના જાગૃત નાગરીકોના મત્તે ગરનાળામા ભરાયેલ પાણી જવાની વ્યવસ્થા કરવામા આવે તો કાયમનો ઉકેલ આવે તેમ છે. ગરનાળુ રેલ્વેની હદમા આવતુ હોવાને કારણે ગરનાળામા જવાનો રસ્તો પાકો બનાવવાની પરવાનગી પણ આપવામા આવતી નથી. જ્યારે પાણીનો નિકાલ ન થવાને કારણે પાણી દેર્ગધ મારે છે. તેનાથી રાહદારીઓને પારવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. જ્યારે છેલ્લા ૬ દિવસથી પાલિકાના કર્મચારીઓ તેમની વિવિધ માંગણીઓઓને લઈને આમરણાંત ઉપવાસ પર બેઠા છે. તેના લીધે ગામની વધુ કથડી છે. ગ્રામજનો નુ કહેવુ છે કે પાલિકાના કર્મચારીઓની માંગણી જલ્લદ સંતોષાવી જોઈએ.