( યજુવેન્દ્ર સિંહ ચુડાસમા મહેમદાવાદ જી.ખેડા )
ખેડા જીલ્લાના મહેમદાવાદ પોલીસ સ્ટે. માં જી.આર.ડી કોન્સટેબલ તરીકેની ફરજ બજાવતા સફીરભાઈ એફ વ્હોરાએ પ્રામાણીકતા નું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડયું છે. વાત એમ બની કે સોમવારના બપોરે ખાત્રજ ચોકડી પાસેથી એક રીક્ષા ચાલકને પર્સ મળ્યું હતું. રીક્ષા ચાલકે આ પર્સ જી.આર.ડી કોન્સટેબલ ને આપ્યું હતું. કોન્સટેબલ પર્સ ચકાસ્યું તો અંદરથી ૧૦,૦૦૦ , એ.ટી.એમ કાર્ડ એક કોરો ચેક મળી આવ્યા હતા. જો કે પર્સ માલિકને શોધવા આટલી વિગતો પુરતી ન હતી. કોન્સટેબલ બેન્કના એ.ટ.એમ નાં આધારે બેન્કમાં જઈ પર્સ માલિકનો મોબાઈલ નંબર મેળવ્યો હતો. કોન્સટેબલ પર્સ માલિક દિલીપભાઈ એન પટેલને ફોન કરી પૂરી ખાતરી કર્યા બાદ માલિકને પર્સ પાછું આપવામાં આવ્યું હતું. કોન્સટેબલ સફીરભાઈ વ્હોરા મહેમદાવાદ માં રહે છે. અને મહેમદાવાદ પોલીસ વિભાગમાં જી.આર.ડી તરીકેની સેવા આપી રહ્યા છે. જ્યારે જી.આર.ડી કોન્સટેબલ સફીરભાઈ એફ વ્હોરા જણાવ્યું હતું કે મેં મારી ફરજ બજાવી છે.