Proud of Gujarat
INDIAFeaturedGujarat

મહારાષ્ટ્ર નજીક મધ દરિયે બોટમાં આગ લાગતા 2 માછીમારો દાઝ્યા, બોટ બળીને ખાખ થઈ

Share

મહારાષ્ટ્રના રત્નાગીરી નજીક દેવગઢ પોર્ટથી આશરે 15 માઈલના અંતરે માછીમારી કરવા ગયેલ બોટમાં આગ લાગતા બોટમાં સવાર માછીમારોના જીવ તાળવે ચોટ્યા હતા. જોકે અન્ય બોટ સાથે માછીમારો મદદે દોડી આવતા સૌને હેમખેમ ઉગારવા સાથે બોટના કાટમાળને પણ ટોઇંગ કરી કિનારે લાવવામાં સફળતા મળી હતી.

રવિવારના રોજ સવારે આશરે 9:00 કલાકે દેવગઢ પોર્ટથી 15 નોટિકલ માઈલના અંતરે દરિયો ખેડવા ગયેલી માછીમારોની બોટમાં અચાનક આગ લાગતા બોટમાં સવાર માછીમારોના જીવ તાળવે ચોંટ્યા હતા. બોટના ઉપરનો ભાગ બળીને રાખ થઈ ગયો હતો. ઘટના અંગે જાણ થતા માછીમારી કરવા ગયેલા અન્ય માછીમારો આગની ઘટનામાં ભોગ બનેલ બોટમાં સવાર માછીમારોની મદદથી આવી પહોંચ્યા હતા

Advertisement

દેવગઢ પોર્ટના કસ્ટમ અને પોલીસ વિભાગને જાણ થતા સ્પીડ બોટલ લઇ તેઓ પણ ઘટનાનો ભોગ બનનાર બોટમાં સવાર માછીમારોની મદદથી પહોંચ્યા હતા. સૂત્રો પાસેથી મળતી જાણકારી મુજબ બે જેટલા વ્યક્તિઓને દાજી જવાથી તેઓને દેવગઢની સ્થાનિક સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યારે અન્ય બોટ મારફતે નુકસાન પામેલી બોટને ટોઇંગ કરી કાંઠે લાવવામાં આવી હતી.


Share

Related posts

ભરૂચમાં સિંધી સમાજ દ્વારા ચેટી ચાંદની ભવ્ય ઉજવણી કરાઇ.

ProudOfGujarat

સુરતના કામરેજ તાલુકા ખાતે તાપી નદીમાં ચાલી રહેલા રેતી ખનન પર ભૂસ્તર વિભાગે કરી રેડ.

ProudOfGujarat

શહેરા તાલુકાના મંગલપુર ગામના મહિલા સરપંચને જાનથી મારી નાખવાની  ધમકી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!