પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે ગણેશ પ્રતિમાના વિસર્જન દરમિયાન કેટલીક જગ્યાએ ડૂબવાથી તો ક્યાંક રોડ અકસ્માતમાં કેટલાક લોકોના મોત થયા છે. તેમણે જણાવ્યું કે મહારાષ્ટ્રના નાગપુર શહેરના સક્કરદરા વિસ્તારમાં ગણેશ વિસર્જન દરમિયાન ઘટના બની ગઈ હતી જેમાં ચાર લોકોના મોત થઇ હતી.
મહારાષ્ટ્રમાં 10 દિવસો સુધી ચાલેલી ગણેશ મહોત્સવનો શુક્રવારે સમાપન થયું હતું. શુક્રવારે જ શરુ થયેલી વિસર્જન પ્રક્રિયામાં અત્યાર સુધી 19 લોકોના મોત થઇ ગઈ છે. શનિવારે મહારાષ્ટ્ર પોલીસના અધિકારીઓએ આ ઘટનાની જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું કે રાજ્યોના અલગ અલગ હિસ્સમાં થયેલી જુદી જુદી ઘટનાઓમાં 19 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો જેમાંથી 14 લોકોએ પોતાનો જીવ મૂર્તિ વિસર્જન દરમિયાન ડૂબવાથી ગયો હતો.
આ ઉપરાંત ચાર લોકોના મોત અકસ્માતમાં થયા હતા જયારે વિસર્જન દરમિયાન થઇ રહેલા ગણેશ આરતીમાં એક વૃક્ષ પડવાથી એક મહિલાનું મૃત્યુ થયું હતું. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે આ દરમિયાન ઘણી જગ્યાએ કાનૂન વ્યવસ્થા પણ બગડેલી જોવા મળી હતી.