મહારાષ્ટ્રના ઉમરેદમાં 11 વર્ષની બાળકી પર 9 લોકોએ સામૂહિક દુષ્કર્મ આચર્યું હોવાના ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. આ તમામની ધરપકડ કરવામાં આવી છે. પીડિતાના માતા-પિતા મજૂર છે અને મુખ્ય આરોપી સગીર છોકરીના ઘર પાસે રહે છે.
આ ઘટનાનો ખુલાસો હત્યાના કેસની તપાસ દરમિયાન થયો હતો. આ માહિતી નાગપુર ગ્રામીણની એસડીઓપી પૂજા ગાયકવાડે આપી હતી. પીડિતા પર એક મહિનામાં ઘણી વખત સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો. ઉમરેડ નાગપુર શહેરથી લગભગ 60 કિલોમીટર દૂર છે. આ ઘટના 19 જૂનથી 15 જુલાઈ વચ્ચે બની હતી.
નાગપુર પોલીસના જણાવ્યા અનુસાર, શુભમ દામડુ હત્યા કેસનો મુખ્ય આરોપી રોશન કરગાંવકર પણ આ કેસમાં મુખ્ય આરોપી છે. ચાર દિવસ પહેલા નાગપુરના ઉમરેડમાં શુભમ ભોજરાજ દામડુ નામના યુવકની બે લોકોએ હત્યા કરી હતી. આ કેસમાં રોશન સહિત બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. તેમની પૂછપરછ દરમિયાન, 11 વર્ષની બાળકી પર આરોપી રોશન અને તેના 8 સહયોગીઓએ સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર, પીડિતા ધોરણ 8 માં અભ્યાસ કરે છે. આરોપી રોશન તેને લલચાવીને તેના ઘરે લઈ ગયો હતો. ત્યાં રોશન અને તેના મિત્રોએ તેની સાથે વારાફરતી બળાત્કાર કર્યો. આ પછી તેને 300 રૂપિયા આપવામાં આવ્યા અને ધમકી આપી કે આ વાત કોઈને કહીશ તો જાનથી મારી નાખીશું.