Proud of Gujarat
FeaturedGujaratINDIA

મહારાષ્ટ્રમાં મોટી ઉથલ પાથલ થઇ શકે છે, ઉદ્ધવ ઠાકરેની સરકાર પર લટકતી તલવાર.

Share

મહારાષ્ટ્રમાં ઉદ્ધવ સરકાર પર લટકતી તલવાર જેવી હાલત થઇ ગઈ છે શિવસેનાના 33 બળવાખોર ધારાસભ્ય અને અન્ય 8 અપક્ષ ધારાસભ્યએ ઉદ્ધવ ઠાકરેની સરકારની સ્થિતિ બગાડી નાખી છે. 40 ધારાસભ્યો હાલ ગોવહાટી ખાતે છે જે આગાઉ મહારાષ્ટ્રથી સુરત એક ખાનગી હોટલમાં રોકાયા હતા જો કે સુરતથી સીધા વિમાન મારફતે ગૌહવાતી ખાતે પહોંચ્યા હતા.

સૂત્રો પરથી મળતી માહિતી મુજબ શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે સાથે બેઠક કરશે કોંગ્રેસના દિગ્ગ્જ નેતા કમલનાથ. કમલનાથ દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું હતું કે અમારા ધારાસભ્ય વેચાય નથી. આજે બોપોરે 12 વાગ્યે કોંગ્રેસના દિગ્ગ્જ નેતા કમલનાથ બેઠક કરશે. આ સાથે જ મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપ આવી ગયો છે. અને સંજય રાઉત દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું છે કે એકનાથ સિંદે સાથે કોઈ વાત થઇ નથી અને વધુમાં વધુ અમારી સરકાર જશે. દિલ્હીમાં પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફંડણવીશની બેઠક શરૂ થઇ ગઈ છે.

Advertisement

તો બીજી બાજુ ભાજપના તમામ ધારાસભ્ય સાથે ભુપેદ્ર યાદવ કરશે બેઠક. ભુપેન્દ્ર યાદવને મહારાષ્ટ્રની જવાબદારી સોંપાય છે. આ ઉપરાંત ગીતા જૈન પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફંડણવીશને મળવા પહોંચ્યા હતા. આ પહેલા આઘાડી સરકારના કિંગમેકર શરદ પવારે હાથ ઉંચા કરી લીધા હતા અને આ શિવસેનાનો આંતરિક ડખો ગણી પોતાને અળગા કરી લીધા હતા.

મહારાષ્ટ્રમાં ઉદ્ધવ સરકારનો રાજયોગ પૂર્ણ થવાના આરે આવી ગયો છે. ઉદ્ધવ ઠાકરે દ્વારા શિવસેનાના તમામ ધારાસભ્યને આદેશ આપ્યો છે. બળવાખોર ધારાસભ્ય જો સરકાર સાથે સાથ છોડે તો સરકાર બહુમતી ગુમાવી બેસે. બળવાખોર જો ગેરલાયક ઠેરવવામાં આવે તો પણ સરકાર બહુમતી ગુમાવે છે. કોઈપણ પક્ષ જો બહુમતી નો સાબિત કરી શકે તો રાષ્ટ્રપતિ શાસન લાગી શકે છે.

હાલમાં મહારાષ્ટ્રમાં કુલ 288 બેઠકમાં ભાજપના 105 સીટ છે જયારે શિવસેનાની 56 સીટ છે અને એનસીપીની 54 સીટ છે. કોંગ્રેસ પાસે 44 અને અન્ય 29 સીટ છે તો 1 સીટ ખાલી છે એવામાં જો શિવસેનાના 40 ધારાસભ્ય જો ભાજપ સાથે જોડાઈ તો ઉદ્ધવ ઠાકરેની સરકાર જતી રહે અને ભાજપ બહુમતી સાથે સરકાર રચી શકે તેમ છે.


Share

Related posts

પોલીસ કસ્ટડીમાં સૌથી વધુ મોતના મામલે ગુજરાત સૌથી આગળ

ProudOfGujarat

ઝઘડીયા : રાજપારડી નજીક બંધ પડેલ બાઇક ચાલુ કરવા સેલ મારતા સળગી ઉઠી.

ProudOfGujarat

કોરોનાનાં માહોલ વચ્ચે દેવગઢ બારીયા તાલુકાના પીપલોદ ગામે પંચાયતનાં કૂવામાંથી દારૂની બોટલ, ઇન્જેક્શન મળી આવતા ખળભળાટ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!