Proud of Gujarat
FeaturedGujaratINDIA

મહારાષ્ટ્રનાં રાયગઢમાં બસ ખીણમાં ખાબકતાં 8 મુસાફરોના મોત

Share

મહારાષ્ટ્રના રાયગઢના ખોપોલી વિસ્તારમાં બસ ખીણમાં ખાબકતાં આઠ લોકોના મોત થયા હતા અને લગભગ 25 થી 30 લોકો ઘાયલ થયા હતા. રાયગઢના એસપીએ જણાવ્યું કે ઘટનાસ્થળે બચાવ કામગીરી ચાલી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ભયાનક માર્ગ અકસ્માત જૂના મુંબઈ-પુણે હાઈવે પર થયો હતો. આ હાઈવે પર બોરઘાટ ખાતે ખાનગી બસ ખીણમાં ખાબકી ગઈ હતી.

આ બસ પૂણેથી મુંબઈ આવી રહી હતી. બસમાં કુલ 40-45 મુસાફરો હતા. ડ્રાઈવરે બસ પરથી કાબુ ગુમાવવાને કારણે આ મોટો અકસ્માત થયો હોવાનું જણાવવામાં આવ્યું હતું. રેસ્ક્યુ ટીમ અને રાયગઢ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. તમામ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

Advertisement

Share

Related posts

રાજપીપલા : એનસીસી કેડેટસના રાષ્ટ્રીયકક્ષાના સરદાર પટેલ નર્મદા ટ્રેકનો આજથી પ્રારંભ : વડોદરાના બ્રિગેડીયર અમિતે ઝંડી ફરકાવીને કરાવેલુ પ્રસ્થાન.

ProudOfGujarat

નાંદોદ તાલુકાના નાવરા અને દેડિયાપાડા તાલુકાના કેવડી ગામે “આપણો તાલુકો-બાગાયત તાલુકો” અંગેની શિબીર યોજાઇ.

ProudOfGujarat

ભરૂચ તાલુકા પોલીસે મનુબર તથા વરડીયા ગામે થી 17 ગૌવંશને બચાવી 4 આરોપીઓને ઝડપી પાડ્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!