Proud of Gujarat
FeaturedGujaratINDIA

મહારાષ્ટ્ર : નાસિકમાં ટ્રક અને બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત, 10 ના મોત

Share

મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં સિન્નર શિરડી રોડ પર પઠારે નજીક એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે એક ખાનગી લક્ઝરી બસ અને ટ્રક સામસામે અથડાયા હતા. આ બસ અકસ્માત ઈશાનેશ્વર મંદિર પાસે થયો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 10 લોકોના મોત થયા છે. આ મૃતકોમાં 6 મહિલાઓ, 2 પુરૂષો અને 2 બાળકો સામેલ છે. પોલીસે જણાવ્યું કે 15 થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

જોકે પોલીસનું કહેવું છે કે, આંકડો ઓછો કે વધુ હોઈ શકે છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે બસમાં કુલ 56 મુસાફરો હતા. જેમાંથી મોટાભાગના લોકો ગંભીર રીતે ઘાયલ છે. ઘાયલોને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. કેટલાક મુસાફરોને સારવાર માટે શિરડીની સુપર હોસ્પિટલ અને નાસિક ગ્રામીણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસનું કહેવું છે કે, ઘાયલોના સંપૂર્ણ આંકડા આવવાના બાકી છે. ઘાયલોને અલગ-અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસ તમામ હોસ્પિટલોમાંથી રિપોર્ટ એકત્ર કરી રહી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : ટંકારીઆ સીતપોણ તરફના કાંસની સાફસફાઈ સંપન્ન થઈ.

ProudOfGujarat

ખેડાના યુવાનને મોબાઈલ એપ્લિકેશન દ્વારા ઓનલાઇન લોન લેતા કડવો અનુભવ થયો

ProudOfGujarat

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં પોપટલાલનું પાત્ર ભજવતા શ્યામ પાઠકે પરિવાર સાથે સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લીધી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!