ભગવાન શિવના ૧૨ જ્યોતિર્લીંગમાંથી એક જ્યોતિર્લીંગ મહારાષ્ટ્રમાં બીરાજમાન છે. મહારાષ્ટ્રના નાસિકમાં ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લીંગ શિવ મંદિર આવેલું છે, જે હિન્દુઓ માટે મુખ્ય તીર્થસ્થાનમાંથી એક માનવામાં આવે છે, ત્ર્યંબકેશ્વર શિવ મંદિર આઠ દિવસ માટે બંધ રહેશે. આ સમય દરમિયાન ત્ર્યંબકેશ્વર મંદિરમાં ભક્તો ભગવાનના દર્શન નહી કરી શકે. ત્ર્યંબકેશ્વર મંદિરના પ્રશાસને માહિતી આપી છે. ત્ર્યંબકેશ્વર મંદિર લોકોની આસ્થાનું કેન્દ્ર હોવાની સાથે જ અત્યંત પ્રાચીન અને ઐતિહાસિક મંદિર પણ છે. જેના કારણે ભાવી ભક્તોનો દર્શન કરવા માટે મંદિરમા ધસારો રહેતો હોય છે. ત્યારે આવી પરિસ્થતિમાં જ્યોતિર્લીંગ સંવર્ધન અને સંરક્ષણ માટે સમારાકામ આવશ્યક બને છે. આ સમયગાળામાં મંદિરના સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેના કારણે મંદિર ગુરુવાર (૫ જાન્યુઆરી) થી આગામી આઠ દિવસ માટે બંધ રાખવામાં આવશે. મંદિર પ્રશાસન દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, ત્ર્યંબકેશ્વર શિવ મંદિર ૫ જાન્યુઆરી, ૨૦૨૩ થી ૧૨ જાન્યુઆરી, ૨૦૨૩ સુધી ભક્તો ભગવાનના દર્શન નહીં કરી શકે. તેમજ મંદિરમા તમામ ધાર્મિક વિધિઓ અને પરંપરાગત પ્રથાઓ અને દૈનિક પ્રવૃત્તિઓ પણ બંધ રાખવામાં આવી છે. મંદિરમાં સમારકામ સમય દરમિયાન કોઈ પણ જાતની ભક્તોને સમસ્યા ઉત્પન ન થાય તે માટે આ પ્રકારના નિર્ણયો મંદિર પ્રશાસન દ્વારા લેવામાં આવ્યાં છે. આ ઉપરાંત મંદિર પ્રશાસન દ્વારા જણાવવામાં આવ્યું છે કે આઠ દિવસ બાદ ફરી એકવાર પહેલાની જેમ ભક્તો ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લીંગના દર્શન કરી શકાશે. ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લીંગના સમારકામ અંગે વધુ જણાવતા મંદિર પ્રશાસનને જણાવ્યું કે આ સમારકામ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ પ્રાચીન શિવ મંદિરનું સંરક્ષણ અને સંવર્ધનનું કામ જરુરી છે. આવી પરિસ્થતિમાં જ્યાં સુધી સમારકામ પૂર્ણ ન થાય ત્યાં સુધી આગામી આઠ દિવસ સુધી મંદિર પ્રશાસનને સહકાર આપવા ભક્તોને અપીલ કરવામાં આવી છે. આ અપીલ ત્ર્યંબકેશ્વર દેવસ્થાન ટ્રસ્ટ વતી કરવામાં આવી છે.
નાસિકનું ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લીંગ આઠ દિવસ માટે બંધ, ભક્તો દર્શન નહીં કરી શકે
Advertisement