Proud of Gujarat
FeaturedGujaratINDIA

મધ્યપ્રદેશમાં ટ્રક નદીમાં ખાબકતા ત્રણ બાળકો એક મહિલા સહિત પાંચના મોત, અનેક ઘાયલ

Share

મધ્યપ્રદેશમાં એક ભયકંર માર્ગ અકસ્માતમા એક મહિલા ત્રણ બાળકો સહિત પાંચ લોકોના મોત થયા છે. આ ઉપરાંત કેટલાક લોકો ઘાયલ થયા છે જેને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

મધ્યપ્રદેશમાં ફરી એકવાર મોટો રોડ અકસ્માત થયો છે. રાજ્યના દતિયા જિલ્લામાં એક ટ્રક વાહન નદીમાં પલટી જતા 3 બાળકો એક મહિલા સહિત 5 લોકોના મોત થયા છે. જ્યારે અનેક લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. અકસ્માતના સમાચાર મળતા જ પોલીસ અને પ્રશાસનની ટીમ ઘટનાસ્થળે હાજર પહોંચી ગઈ છે. હાલ રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. આ સમગ્ર ઘટના દતિયાના દુરસાડા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના બુહારા ગામની છે. જ્યાં નિર્માણાધીન બ્રિજ પાસે ચાલકની બેદરકારીના કારણે ટ્રક નદીમાં ખાબક્યો હતો. આ અકસ્માતમાં ત્રણ બાળકો, એક વૃદ્ધ મહિલા અને એક યુવકનું મોત થયા હતા. જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે તમામ ટીકમગઢના જટારાથી લગ્ન સમારોહમાં સામેલ થવા જઈ રહ્યા હતા. આ દરમિયાન ટ્રક નદીમાં પલટી ગઈ હતી. આ અકસ્માતના પગલે રોડ પર ટ્રાફિક જામ થયો હતો. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલમાં મૃતક અને ઘાયલોની ઓળખ થઈ શકી નથી. આ મામલે તપાસ ચાલી રહી છે.

Advertisement

Share

Related posts

અલવિદા કોમરેડ… લોકસભાના પૂર્વ સ્પીકર સોમનાથ ચેટરજીનું ૮૯ વર્ષની વયે નિધન છેલ્લા કેટલાક દિવસથી બિમાર હતા

ProudOfGujarat

અમદાવાદમાં વૈષ્ણોદેવી સર્કલ પાસે કન્સ્ટ્રક્શન સાઇટનો સ્લેબ ધરાશાયી થતાં એકનું મોત

ProudOfGujarat

વડોદરા વકીલ મંડળની ચૂંટણીમાં 3200 મતદાર નોંધાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!