Proud of Gujarat
FeaturedGujaratINDIA

મધ્યપ્રદેશના વિદિશામાં કુવામાં પડી ગયા 15 લોકો : બચાવ માટે NDRF ની ટીમ રવાના.

Share

મધ્યપ્રદેશના વિદિશામાં એક કુવામાં ઓછામાં ઓછા 15 લોકો પડી જવાની ઘટના સામે આવી છે. ઘટના વિદિશાના ગંજબસૌદા વિસ્તારમાં થઈ છે. ઘટનાનું કારણ હજુ સામે આવ્યું નથી. બચાવ કાર્ય માટે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને ઘટનાસ્થળ માટે રવાના કરવામાં આવી છે.
જાણકારી પ્રમાણે ગંજબસૌદાના લાલ પઠાર ગામમાં થઈ છે. કુવામાં સૌથી પહેલા એક બાળક પડી ગયું હતું. તેને કાઢવાના પ્રયાસમાં લોકોની ભીડ ત્યાં ભેગી થઈ. કુવાની દીવાલ ભીડનો ભાર સહન ન કરી શકી અને તૂટી ગઈ. તેના કારણે 20 થી વધુ લોકો કુવામાં પડી ગયા હતા. તેમાંથી કેટલાક લોકોને બહાર કાઢી લેવામાં આવ્યા છે જ્યારે હજુ ઘણા લોકો કુવાની અંદર છે.

આ કુવામાં માત્ર વચ્ચેનો ભાગ ખુલો રહેતો હતો, બાકી ભાગ બંધ હતો. બાળકોને શોધવા માટે લોકો કુવાની છત પર ચઢી ગયા. ભીડના દબાવને કારણે બંને તરફથી છત ધરાશાયી થઈ હતી. તેના કારણે છત પર ઉભેલા લોકો પાણીમાં પડી ગયા. સરપંચ પ્રમાણે આ કુવો આશરે 30 ફુટ ઉંડો છે. જેમાં 20 ફુટપાણી ભરેલું છે.

Advertisement

મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ઘટનાની પુષ્ટિ કરી છે. ચૌહાણે જણાવ્યુ કે વિદિશાના એસપી અને કલેક્ટર ઘટનાસ્થળે પહોંચી ગયા છે. તેમણે જિલ્લાના પ્રભારી મંત્રી વિશ્વાસ સારંગને પણ ઘટનાસ્થળે પહોંચવાનો નિર્દેશ આપ્યો છે. મુખ્યમંત્રીએ ઘટનાની તપાસના આદેશ પણ આવ્યા છે અને બચાવ કાર્યોનું મોનિટરિંગ કરી રહ્યા છે. આ માટે વિદિશામાં એક કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો છે.


Share

Related posts

શ્રી સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સેવા સમાજ ભરૂચ ધ્વારા વિવિધ થીમ આધારિત થતાં ગરબા ખેલૈયાઓએ હેલમેટ તથા પ્લાસ્ટિકમુક્ત ભારતના સંદેશા સાથે ગરબે ઘુમ્યા.

ProudOfGujarat

હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

રાજપીપલાની પરિણીતાને દહેજની માંગણી કરી મારઝૂડ કરતા શારીરિક માનસિક ત્રાસની સાસરિયાઓ સામે પોલીસ ફરિયાદ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!