Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIA

ગેરકાયદેસર હથિયાર બનાવવાની ફેક્ટરીનો પર્દાફાશ, 78 પિસ્તોલ સાથે 12 આરોપીઓની ધરપકડ

Share

મધ્યપ્રદેશમાં પોલીસે ગુરુવારે ગેરકાયદેસર હથિયાર બનાવવાની વિવિધ ફેક્ટરીઓનો પર્દાફાશ કર્યો હતો અને 78 હથિયારો સાથે 12 લોકોની ધરપકડ કરી હતી. એક પોલીસ અધિકારીએ આ અંગેની માહિતી આપી. ઇન્દોર (ગ્રામીણ) ઝોનના પોલીસ મહાનિરીક્ષક, રાકેશ ગુપ્તાએ જણાવ્યું હતું કે ગેરકાયદેસર હથિયારોના ઉત્પાદન અને વેચાણ સામે “ઓપરેશન પ્રહાર” હેઠળ, બરવાની જિલ્લામાંથી સાત, ધાર જિલ્લામાંથી એક, ખરગોન જિલ્લામાંથી ત્રણ અને બુરહાનપુર જિલ્લામાંથી એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી.

મળતી માહિતી અનુસાર, પોલીસ ગેરકાયદેસર હથિયાર બનાવવાની વિવિધ ફેકટરીઓ પર નજીકથી નજર રાખી રહ્યા હતા. પોલીસે આ લોકોની ધરપકડ કરવા માટે તેમની ઇન્ફોર્મર સિસ્ટમ તેમજ સાયબર અને ડ્રોન ટેકનિકનો ઉપયોગ કર્યો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે આરોપીઓના કબજામાંથી કુલ 78 દેશી બનાવટની પિસ્તોલ, કટ્ટા અને રિવોલ્વર તેમજ ઘાતક હથિયાર બનાવવાના સાધનો મોટા જથ્થામાં મળી આવ્યા છે.

Advertisement

પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, પશ્ચિમ મધ્ય પ્રદેશના અંતરિયાળ વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર હથિયાર બનાવવાની ફેક્ટરીઓ ચાલી રહી છે અને તેમના દ્વારા ગેરકાયદેસર હથિયારોની સપ્લાયના કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે.


Share

Related posts

પાવાગઢ માતાજીના દર્શન કરવા જવાના હોય તો ખાસ જાણી લેજો, લેવાયો મોટો નિર્ણય.

ProudOfGujarat

સુત્રાપાડા તાલુકાના મોરાસા ગામેથી દિપડો પાજરે પુરાયો.

ProudOfGujarat

ઝઘડીયાના રંદેરી ગામે બેન્ડ વગાડવાનુ બંધ કરાવવા ગયેલ પોલીસ પર હુમલો કર્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!