મળતી માહિતી મુજબ યુનિસેફની ટિમ દ્વારા નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાની આમદલા પ્રાથમિક શાળાની મુલાકાત લેવામાં આવી હતી જેમાં ડો.લક્ષ્મી ભવાની (ચીફ યુનિસેફ,ગુજરાત), ડો.પુષ્પાબેન જોષી (એજ્યુકેશન સ્પેશિયાલિસ્ટ), ડો. કવિતા શર્મા (ન્યુટ્રિશન સ્પેશિયાલિસ્ટ), ડો.નારાયણ ગોએન્કર (હેલ્થ સ્પેશિયાલિસ્ટ,યુનિસેફ) ડો.એસ.એન.દવે (વોરા સ્પેશિયાલિસ્ટ), શ્રીમાન વેદ પ્રકાશ (ચાઇલ્ડ પ્રોટેક્શન ઓફિસર),શ્રીમાન રાકેશ જાની (પોલીસી એન્ડ પ્લાનિંગ સ્પેશિયાલિસ્ટ),શ્રીમતી મીના ગણેશજી (ઓફિસર ઓપરેશનસ),શ્રીમાન અંકુરાજી (મિડિયા ઓફિસર), શ્રીમતી ફોએના રોડ્રિક્સ (ઓફિસર ફાઇનાન્સ,યુનિસેફ) તેમજ સેવા રૂરલ સંસ્થા માંગરોળ વગેરેએ શાળાની વિવિધ પ્રવ્રુતિઓ જેવી કે પ્રજ્ઞાવર્ગની પ્રવ્રુતીઓ ટ્રાન્ઝિશન કાર્યક્રમની પ્રવ્રુતિઓ,શાળાનું ઇનોવેશન,શાળાની લાઇબ્રેરી,શાળાની વિજ્ઞાન પ્રયોગશાળા,સ્માર્ટ ક્લાસરૂમ વગેરે જોઇને ખુબ જ પ્રભાવિત થયા હતા.ખાસ કરીને શાળાને મળેલ સેનેટરી નેટકિન્સના નિકાલ મોટુ ઇન્સ્યુલેટરનો ઉપયોગ કઇ રીતે કરવો તેવી માહિતી પણ આપી હતી.
આ ઉપરાંત શાળાનાબાળકો જમતા પહેલા હાથ ધોવે છે કે નહી તેનુ પણ અવલોકન કર્યુ હતુ. તેઓ દ્વારા શાળાના એમ.એચ.એમ.કોર્નરનું પણ અવલોકન કર્યુ હતુ અને શાળાના મદદનીશ શિક્ષિકાબેન કૈલાશબેન સાથે આ અંગે ચર્ચા પણ કરી હતી. ત્યારબાદ યુનિસેફની સમગ્ર ટીમ દ્વારા સેવા રૂરલ સંસ્થા,માંગરોળ દ્વારા તૈયાર કરેલ નાટક પણ નિહાળ્યુ હતુ.
શાળાની તમામ પ્રવ્રુતિઓ,શાળાનુ વાતાવરણ તેમજ ભૌતિક સુવિધાઓ જોઇને પ્રભાવિત થઇ શાળાના આચાર્યશ્રી તેમજ તમામ શિક્ષકમિત્રોને પણ ખુબ અભિનંદન પાઠવ્યા હતા અને શાળાના સમગ્ર સ્ટાફ સાથે ગ્રુપ ફોટો પણ પડાવ્યો હતો….