લુણાવાડા, રાજુ સોલંકી
પોલીસ પ્રજાનો મિત્ર હોય છે.રાતદિવસ લોકોની સુરક્ષા કરવી તેમનો ધર્મ છે.પણ આજે પણ સમાજમા પોલીસકર્મી કે પોલીસ અધિકારીઓને જે નજરથી જોવામા આવે છે.તેનાથી કોઇ
અજાણ નથી.પણ આજે એવા પણ સમાજમા પોલીસ અધિકારીઓ છે કે જેમની છાપ માત્ર કડક પોલીસ અધિકારી નહી પણ તેમના હદયમા પણ ક્યાક માનવતાની જ્યોત પ્રજવલ્લિત છે.આ અધિકારી કોઈ નહી પણ મહિસાગર જીલ્લાના મહિલા પોલીસ વડા ઉષાબેન રાડા છે.વાત એમ બની કે
મહિસાગર જીલ્લા પોલીસવડા ઉષારાડા પેટ્રોલિંગમા હતા ત્યારે વરધરી રોડ પર બે ભિક્ષૂક જેવા દેખાતા લઘરવઘર હાલતમાં હતા.આથી ઉષાબેનને દયા ઊપજી. આ ભિક્ષૂકો માટે કઇ કરવૂ જોઇએ આથી તેઓ ઓફીસે આવ્યા.અને તેમના અન્ય અધિકારીઓને બોલાવ્યા.આ અધિકારીઓને વાત જણાવીને પેલા ભીક્ષુકોને ડીએસપી ઓફીસ લઈ આવવા જણાવ્યુ.અધિકારીઓ જીપ લઈને પેલા ભીક્ષુકોને ડીએસપી ઓફીસ લઈ આવ્યા.ત્યારબાદ તેમને જીલ્લામા આવેલા ગોઠીબ આશ્રમમા જરુરી કપડાલત્તાની વ્યવસ્થા કરીને મોકલી આપવામા આવ્યા.ખરેખર મહિલા પોલીસ અધિકારી ઉષારાડાના માનવતાવાદીવાદી અભિગમની ચારેકોર પોલીસતંત્રમાં પ્રશંશા થઈ રહી છે.