લુણાવાડા, રાજુ સોલંકી
મહીસાગરઃ સંતરામપુરના ગોઠીબ ગામે સોના-ચાંદી દાગીના અને રોકડ રકમની ચોરી કરનાર 6 આરોપીઓને મહીસાગર LCB પોલીસે ઝડપી પાડ્યાં છે. પોલીસે સોના-ચાંદીના દાગીના સહિત 94000/-નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. મહીસાગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી રાત્રીના સમયે ચોરીને અંજામ આપતી આ ગેંગને મહીસાગર LCBએ ઝડપી પાડી છે
સંતરામપુર તાલુકાના ગોઠીબ ગામે એક જ માસમાં રાત્રીના સમયે 5 લાખથી વધુના સોના-ચાંદી દાગીના અને રોકડ રકમની ચોરી કરનાર 6 આરોપીને કડુચી ચોકડી પાસેથી મહીસાગર LCBએ ઝડપી પાડ્યાં હતા .મહીસાગર જિલ્લામાં ચોરીની ઘટનાને અંજામ આપનાર 6 આરોપી દાહોદ જિલ્લાના છે, તેવું પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે. જોકે 6 આરોપી પૈકીના એક આરોપી સ્થાનિક ગ્રામ પંચાયતનો સરપંચ છે. આ સરપંચ દ્વારા રેકી કરી અને ત્યાર બાદ અન્ય ઈસમો દ્વારા ચોરીને અંજામ આપતો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે તમામ આરોપીઓને કસ્ટડીમાં રાખી આગળની વધુ તપાસ હાથ ધરી છે. જેમાં પોલીસનું માનવું છે કે આરોપીઓ અન્ય ગુનાની કબૂલાત કરી શકે છે.