Proud of Gujarat
FeaturedGujaratINDIA

લખનઉની રેલવે કોલોનીમાં મોટી દુર્ઘટના, ઘરની છત ધરાશાયી થતાં 3 બાળકો સહિત 5 નાં મોત

Share

લખનઉમાં એક મોટી દુર્ઘટના બની છે જેમાં એક મકાનની છત ધરાશાયી થતા પાંચ લોકોના કરુણ મોત થયા છે. આ દુર્ઘટના આલમબાગની રેલવે કોલોનીમાં થઈ છે. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ રેલવે કોલોની સ્થિત ઘરની છત ધરાશાયી થતા એક જ પરિવારના 3 બાળકો સહિત 5 ના મોત થયા છે.

ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં એક કરુણ ઘટના બની છે જેમાં મકાનની છત ધરાશાયી થતા એક જ પરિવારના પાંચ લોકોનાં મોત થયા હતાં. આ ઘટનાની જાણકારી પોલીસ તેમજ NDRF ની ટીમને મળતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને કાટમાળમાંથી દટાયેલા લોકોને કાઢવાની કાર્યવાહી હાથ ધરી હતી, આ ઘટના આલમબાગ રેલવે કોલોનીમાં થઈ હતી. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ મકાન ખુબ જ જર્જરિત હતું. આ દુર્ઘટનામાં એક જ પરિવારના ત્રણ બાળકો સહિત પાંચ લોકોના મોત થયા છે. આ ઘટના મોડી રાતે બની હોવાનું જાણવા મળ્યું છે.

Advertisement

Share

Related posts

ભરૂચ-સસ્તા દરે ઘરેલુ વસ્તુ આપવાની લોભ લાલચ આપી લોકોને ઠગાઇ કરતી ગેંગ ઝડપાઇ.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાનાં ચાર ગામોમાં વીજ ચેકિંગ હાથ ધરાયું.

ProudOfGujarat

રાજપીપળા : તિલકવાડા નગરનાં બંધ મકાનમાંથી 2,97,000 ની ઘરફોડ ચોરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!