Proud of Gujarat
FeaturedGujaratINDIA

લખનઉ-મુંબઈ પુષ્પક એક્સપ્રેસમાં પતિની હાજરીમાં જ 20 વર્ષની મહિલા સાથે દુષ્કર્મ

Share

ઈગતપુરીથી પુષ્પક એક્સપ્રેસમાં 8 અસામાજિક તત્ત્વો મુસાફરી કરી રહ્યાં હતાં. તેમણે ચાલુ ટ્રેનમાં લૂંટફાટ કરી હતી અને એક મહિલા સાથે દુષ્કર્મ પણ કર્યું હતું. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, મહિલા તેના પતિ સાથે મુસાફરી કરી રહી હતી. આ કેસમાં કલ્યાણ રેલવે પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. રેલવે પોલીસે જણાવ્યું હતં કે આરોપી ઔરંગાબાદ રેલવે ડિસ્ટ્રિક્ટમાં આવેલા ઈગતપુરીથી સ્લીપર કોચ નંબર ડી-2માં આવ્યા હતા.

તેમણે ઈગતપુરીથી કલ્યાણ વચ્ચે લૂંટફાટ કરી હતી તેમજ એક મહિલા સાથે દુષ્કર્મ પણ કર્યું હતું. આરોપીઓએ 15થી 20 યાત્રી સાથે લૂંટફાટ કરી છે. તેમણે યાત્રીઓ પાસેથી કેશ, મોબાઈલ અને કીમતી સામાન છીનવી લીધો છે. રેલવે પોલીસે આ કેસમાં IPC અને ભારતીય રેલવે એક્ટની કલમ અંતર્ગત કેસ નોંધ્યો છે. મહારાષ્ટ્રમાં લખનઉ-મુંબઈ એક્સપ્રેસમાં 20 વર્ષની મહિલા સાથે ગેંગરેપની ઘટના સામે આવી છે. આ ઘટનામાં શનિવારે ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય ચાર આરોપીની તપાસ ચાલુ છે.

Advertisement

Share

Related posts

તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ દ્વારા બેટી બચાવો બેટી પઢાવો અંગે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો…

ProudOfGujarat

સુરતમાં વડતાલ સ્વામીનારાયણના સાધુએ ભગવો લજવ્યોઃ પૈસાની મદદના બહાને 20 વર્ષની યુવતી પર બે વખત દુષ્કર્મ કર્યું

ProudOfGujarat

વાગરાના મુલેર ચોકડી પાસે બેફામ બની શરાબનો વેપલો કરતા બુટલેગરને હજારોના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી પાડયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!