લીંબડી માલધારી સમાજના યુવાનો દ્વારા લીંબડી મહાજન પાંજરાપોળના અબોલ પશુઓના ઘાસચારા માટે લીંબડી જુના જીનપરા રોડ ઉપર સ્વયંભૂ ફાળા ઉઘરાણા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે કહેવામા આવે તો ગત વર્ષે આ માલધારી સમાજના યુવાનોએ લીંબડી મહાજન પાંજરાપોળમા ત્રણ લાખ કરતાં પણ વધારે રૂપિયાનુ ઉઘરાણું કરી ફાળો મુંગા અબોલ પશુઓને ધારે આપવામાં આવેલ ત્યારે કહી શકાય કે લીંબડી શહેર છોટા કાશી તરીકે જાણીતું છે તેમજ આ શહેરનું દાન કરવામાં એક આગવું સ્થાન છે ત્યારે કોઈ પણ સમાજ હતી હોય તે મન મુકીને સેવાકીય પ્રવૃતિઓ તેમજ દાન કરતા હોય છે ત્યારે લીંબડી ના નેહડા તેમજ જુના જીનપરાના માલધારી સમાજના 15 થી પણ વધારે યુવાનો પોતાનો કામ ધંધો બંધ કરીને 10 દિવસ સુધી અબોલ પશુઓ માટે ફાળો એકત્ર કરવાનુ કામ કરે છે અને તમામ ફાળો એકત્ર કરીને 14 જાન્યુઆરી અને મકરસંક્રાંતિના દિવસે આવેલ ફાળો લીંબડી મહાજન પાંજરાપોળમા અર્પિત કરે છે.
કલ્પેશ વાઢેર:- સુરેન્દ્રનગર