લીમડી તાલુકાના નાની કઠેકી ગામના નળસરોવર વિસ્તાર માં માછીમારી કરતા પઢાર જ્ઞાતિ ના લોકો ને નળસરોવર પક્ષી અભિયારણ ના ફોરેસ્ટર દ્વારા હેરાન કરતા લખતર દસાડા ધારાસભ્ય નૌશાદભાઈ સોલંકી એ નાની કઠેકી પાસે આવેલ નળસરોવર ના જુદાજુદા બેટ ની મુલાકાત લીધી. બેટ પર રહેતા લોકોએ ફોરેસ્ટ ના અધિકારીઓ દ્વારા તેમની માછલી પકડવાની જાર સહિત ની સામગ્રી કાપી નાખી ઘરવખરી સહિત નો 6 બોટ ભરી સામાન લઈ ગયાની ફરિયાદ કરી. લીમડી તાલુકા માં આવેલ નાનીકઠેકી ગામ પાસે આવેલ નળસરોવર ના જુદાજુદા બેટ પર નાનીકઠેકી રાણાગઢ પનાળા પરેલી મૂળ બાવળા સહિત ના ગામોની પઢાર જ્ઞાતિ ના લોકો તેમની પેઢી દર પેઢી થી નળસરોવર મા આવેલા બેટો પર નળસરોવર ભરાતા ત્યાં વસવાટ કરી તેઓ માછીમારી કરવી થેગ જીતેલા જેવી પાણી માં થતી ખાવાની ચીજ વસ્તુ કાઢી જીવનનિર્વાહ ચલાવે છે ત્યારે નળસરોવર પક્ષી અભયારણ ના અધિકારી તેમને બેટ પર આવી તેમને બેટ ખાલી કરી જતા રહેવા અને કોર વિસ્તારમાં માછીમારી કરતા હોવાનું કહી એનકેન પ્રકારે હેરાન પરેશાન કરતા હોય તેમની માછલી પકડવાની જારો સળગાવી દેવી તેમના જાર બાંધવાના વાસ કાપી નાખી અને જો બેટ ખાલી કરી નહિ જાય તો તેમના ઉપર કેસ કરી બધો સામાન લઈ ગયા હોવાનુ લખતર દસાડા ધારાસભ્ય નૌશાદભાઈ સોલંકી ને જાણ કરતા તેઓએ તેમના બેટ પર જઈ તેમની રૂબરૂ મુલાકાત લઈ ત્યાંથી ફોરેસ્ટ ના ઉચ્ચ અધિકારીઓ અને વન વિભાગ ના મંત્રી શ્રી સાથે ટેલિફોનિક વાત કરી પઢાર જ્ઞાતિ ના લોકોને અધિકારીઓ હેરાન કરતા હોવાનુ અને તેમની સાથે કાયદાના દાયરામાં રહી અધિકારીઓ વર્તાવ કરે અન્યથા જો આ લોકો કોઈ ઉગ્ર પગલું ભરશે તો તેની જવાબદારી સરકારશ્રી ની રહેશે તેમ જણાવ્યું હતું
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર