શ્રાવણ મહીનો આમ તો ભગવાન શિવ ને ઘણો પ્રીય છે ત્યારે શ્રાવણ મહીના મા ભગવાન ભોળા નાથ ને મનાવવા લોકો દરરોજ મંદિરે જઈ ને ભગવાન ની પુજા અર્ચના કરતા હોય છે . ત્યારે આજે શ્રાવણ મહિના ના છેલ્લા દિવસે અમાવ્સ્યા નૂ અનેરુ મહત્વ રહેલુ છે ત્યારે આજે લીમડી ના મોટા મહાદેવ તરીકે પ્રસિધ્ધ એવા કુબેરેશ્વર મહાદેવ મંદીરે વહેલી સવાર થી જ લાંબી લાઇનો લાગી હતી . તેમજ લીમડી ના મહાદેવ મંદીરે પાર્થેશ્વર ભગવાન બિરાજ્તા હોય છે પરંતુ આજે લીમડી ના મોટા મહાદેવ મંદીરે પાર્થેશ્વર ભગવાન ને ઉજ્જૈન ના મહાકાલેશ્વર નુ રૂપ આપતા આકર્શણ નુ કેંદ્ર બન્યા હતા . તેમજ આજે શ્રાવણ ના છેલ્લા દિવસે લીમડી ના મોટા મહાદેવ ભગવાન શંકર નગર ચર્યા એ નિક્ળ્યા હતા . તેમજ લીમડી કમીટી તરફ થી શંકર ભગવાન ની શોભાયાત્રા માટે નવીન રથ બનાવવા મા આવો છે . શ્રાવણ ના છેલ્લા દિવસે ભગ્વાન ની શોભાયાત્રા કાઢવામા આવી હતી . આ શોભાયાત્રા લીમડી ના દરબાર ગઢ ,જૈન ,મંદિર , કુભારવાસ ,ઝંડાચોક, નવા બજાર , ગોધરા રોડ , રાધાક્રુષણ બજાર , ખેમસરા બજાર થઈ નીજ મંદિરે પરત ફર્યા હતા .લીમડી ના લોકો મોટી સંખ્યા મા જોડાયા હતા .ભગ્વાન ની શોભાયાત્રા નુ લિમડી ના નગર જનો દ્વારા ઠેર ઠેર સ્વાગત કરવામા આવ્યુ હતુ . તેમજ મંદિરે પહોચી ભગવાન શિવ ની મહાઆરતી પણ કરવામા આવી હતી . તેમજ મંદિર ને ફુલો થી શણગારવામા આવ્યુ હતુ
ફોટો :- ભગવાન શંકર ની ભવ્ય શોભાયાત્રા નિકળી હતી