Proud of Gujarat
FeaturedGujaratINDIA

સાયલા ખાતે કેન્દ્રીય મંત્રી ડો.મહેન્દ્રભાઇ મુંજપરાનાં અધ્યક્ષસ્થાને તાલુકા કક્ષાની દિશા મોનીટરીંગ સમિતિની બેઠક યોજાઈ

Share

આયુષ તથા મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના કેન્દ્રીય રાજ્ય મંત્રી ડો.મહેન્દ્રભાઇ મુંજપરાના અધ્યક્ષસ્થાને આજરોજ તાલુકા સેવા સદન – સાયલા ખાતે તાલુકા કક્ષાની દિશા મોનીટરીંગ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સાયલા તાલુકાના જુદાં-જુદાં વિભાગો હેઠળનાં યોજનાકીય કામોની વિગતવાર સમીક્ષા હાથ ધરવામાં આવી હતી. વિવિધ યોજનાઓના લાભ જનસમુદાયને સમયસર મળી રહે તે રીતે સુચારૂ આયોજન હાથ ધરવા મંત્રીએ સંબધિત અધિકારીઓને માર્ગદર્શન-સુચનો કર્યા હતા. આ બેઠકમાં લીંબડી ધારાસભ્ય કિરીટસિંહ રાણા પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ બેઠકમાં સંબોધન કરતાં કેન્દ્રીય મંત્રી ડો.મહેન્દ્રભાઇ મુંજપરાએ જણાવ્યું હતું કે, સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભો સાયલા તાલુકાના તમામ ગામોમાં સમયસર પહોંચે તે સુનિશ્ચિત કરવાનું રહેશે. વધુમાં તેમણે સાયલા તાલુકાને એસ્પિરેશનલ બ્લોક્સમાંથી બહાર લાવવા તેમજ તાલુકો વિવિધ ક્ષેત્રોમાં ઉચ્ચકક્ષાની સિધ્ધિ પ્રાપ્ત કરે તે દિશામાં સઘન પ્રયત્નો કરવા જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

Advertisement

આ ઉપરાંત સાયલા તાલુકામાં વીજળીને લગતી સમસ્યાઓ, ગ્રામ્ય વિસ્તારમાં રોડ-રસ્તા, આરોગ્ય અને પાણી સહિતની વિવિધ સમસ્યાઓનો ત્વરિત નિકાલ કરવા માટે જરૂરી પગલા લેવા સંબધિત વિભાગોને જરૂરી સુચનાઓ આપી હતી. ઉપરાંત મનરેગા યોજના હેઠળ કરવામાં આવતા કામો, સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) યોજના, નલ સે જલ યોજના અંતર્ગત થયેલી કામગીરી, અન્ન નાગરિક પુરવઠા, આરોગ્ય, શિક્ષણ સહિતના ક્ષેત્રોમાં સાયલા તાલુકામાં થયેલી કામગીરી વિશે મંત્રીએ વિસ્તૃત જાણકારી મેળવી અમલીકરણ અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

આ બેઠકમાં જિલ્લા કલેક્ટર કે.સી.સંપટે તાલુકામાં ચાલતા વિવિધ યોજનાકીય કામો સત્વરે પૂર્ણ કરવા સંબંધિત અમલીકરણ અધિકારીને જરૂરી માર્ગદર્શન અને સૂચના આપી હતી. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક આર.એમ.રાયજાદાએ એસ્પિરેશનલ બ્લોક્સ પ્રોગ્રામ અંતર્ગત સાયલા તાલુકામાં થયેલી કામગીરી બાબતે વિસ્તૃત જાણકારી આપી હતી.

આ બેઠકમાં અંગત સચિવ એ.કે.ઔરંગાબાદકર(આઈ.એ.એસ.), જિલ્લા વિકાસ અધિકારી પી.એન.મકવાણા, તાલીમી આઇ.એ.એસ. હિરેન બારોટ સહિત સંબધિત વિભાગોના અધિકારી/કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.


Share

Related posts

ઉમરપાડા A.P.M.C. કેવડી માર્કેટ યાર્ડમાં એગ્રો પ્રોસેસિંગ યુનિટનું તા.૬ એ ભૂમિપૂજન સમારોહ યોજાશે.

ProudOfGujarat

ખેડા જિલ્લામાં વિવિધ જગ્યાએ ફૂડ સેફટી ઓફીસરની ટીમ દ્વારા ચકાસણી હાથ ધરાઈ.

ProudOfGujarat

વડોદરા : મોંધવારીના વિરોધમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન, કાર્યકરો અને પોલીસ વચ્ચે થયુ ઘર્ષણ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!