લીંબડી તાલુકાના ઉઁટડી ગામના રોડ પર વરસાદી પાણી ભરાઈ રહેતા ગ્રામજનો પરેશાન થઈ ગયા છે. વરસાદી પાણીને કારણે રોડ પર ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે. અમુક લોકોએ વરસાદી પાણીના નિકાલ માટે બનાવેલી ગટર તોડી, માટીનો પાળો નાખી દીધો છે. જેના કારણે પાણીનો નિકાલ થઈ શકતો નથી. કાદવ, કીચડમાં ચાલીને બાળકો શાળામાં જવા મજબૂર બની ગયા છે.
લીંબડી તાલુકાના પાણશીણા, હડાળા અને ભાલકાંઠાના ગામોમાં જવા માટેનું પ્રવેશદ્વાર ઉંટડી ગામના બિસ્માર રોડ પર વરસાદી પાણી ભરાઈ રહેતા ગ્રામજનો અને વાહનચાલકોને હાલાકી ભોગવવી પડી રહી છે. વરસાદી પાણીને કારણે રોડ પર ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે. જેના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે. અમુક લોકોએ વરસાદી પાણીના નિકાલ માટે બનાવેલી ગટર તોડી, માટીનો પાળો નાખી દીધો છે. જેના કારણે પાણીનો નિકાલ થઈ શકતો નથી. કાદવ, કીચડમાં ચાલીને બાળકો શાળામાં જવા મજબૂર બની ગયા છે. રોડ ઉપર ગંદુ પાણી ભરાઈ રહેતા રોગચાળો ફાટી નીકળવાની દહેશત વ્યક્ત કરવામાં આવી રહી છે. આ અંગે ઉંટડી ગામના સરપંચના પતિ સંજયભાઈ કમેજળીયાએ જણાવ્યું હતું કે અમુક માથાભારે લોકોએ ગટરના ભૂંગળા તોડી માટીનો પાળો નાખી વરસાદી પાણીને રોડ પરથી જવાનો માર્ગ બંધ કરી દીધો છે. સમસ્યા અંગે મેં ઉપર જાણ કરી દીધી છે. ટૂંક સમયમાં વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા ઊભી થઈ જશે તેવો આશાવાદ છે.
લીંબડીના ઉંટડી ગામના રોડ પર વરસાદી પાણી ભરાતાં ગ્રામજનોને હાલાકી
Advertisement