લીંબડી શહેર વચ્ચે એક સરસ મજાનુ દોલતસાગર નામનું તળાવ આવેલ છે અને ખાસ કરીને આ તળાવ વચ્ચે સરસ મજાનું ટાપુ જેવી ટેકરી આવેલ છે આ લાખોના ખર્ચે બનાવેલ ટેકરીની દુર્દશા થય જવા પામી છે
લીંબડી તાલુકાની આનબાન અને શાન કહિ શકાય તો લીંબડી શહેર વચ્ચે આવેલ દોલતસર તળાવ અને તેની વચ્ચે આવેલ ટાપુ સમાન ટેકરી ત્યારે આ ટેકરીના સુશોભન માટે નગરપાલિકા દ્વારા લાખો રૂપિયા ખર્ચવામાં આવેલ છે પણ હાલના સમયે આ અસામાજિક તત્વોનો અડ્ડો બની બેસ્યો છે ત્યારે આ ટાપુ સમાન ટેકરીમાં લાખો રૂપિયા ખર્ચવામાં આવ્યા છે તેમજ લીંબડી ધારાસભ્ય દ્વારા લીંબડી ની પ્રજાના હિતાર્થે આ ટેકરીમાં મહિલા વૃદ્ધો અને બાળકોને બેસવા માટે અસંખ્ય બાંકડા મુકવામાં આવેલ છે પણ નગરપાલિકાને આ બાબતે કોઈપણ પ્રકારની માવજત રાખવામાં નથી આવતી ત્યારે આ ટેકરીના જવાના માર્ગથીજ કચરાનું સામ્રાજ્ય શરૂ થાય છે કે ઠેક અંત સુધી ત્યારે લીંબડી ની પ્રજામાં આ ટેકરીની સાફસફાઈ કરવામાં આવે ને વૃધ્ધો મહિલાઓ અને બાળકો માટે ફરવા લાયક સ્થળ બંને તેવી માંગ ઉઠવા પામી છે ત્યારે આ અજાળા રૂપી બંને ટાપુ સમાન ટેકરીને ફરી સુશોભિત કરવામાં આવે અને બાળકોને રમવાનુ , વૃધ્ધોને ટહેલવાનુ અને મહિલાઓને ફરવાનું સ્થળ ઉભું કરવામાં આવે તેવી લીંબડીની પ્રજામાં માંગણી ઉભી થવા પામી છે
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર