લીંબડી લખતર સ્ટેટ હાઇવે પર તંત્રની બેદરકારીનાં કારણે તાવી ડોરી હનુમાનજી મંદિરની પાસે કોઝવેની જગ્યાએ નાળુ ના મુકાતા હજારો વીઘા જમીન પાણીમાં ડૂબી જતાં જગતનાં તાતની ચિંતામાં વધારો થયો હતો. આ બાબતે અનેકવાર રજૂઆત કરવા છતાં લીંબડીથી લખતર સુધીના 36 કિલોમીટરમાં ફક્ત આ એક જ કોઝવે પર નાળુ બનેલ નથી તથા ગુજરાત સરકારની લોક ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં આ કોઝવેની જગ્યાએ નાળુ મંજૂર થઈ ગયેલ હોવા છતાં આજ દિવસ સુધી ત્યાં નાળુ બનેલ નથી ત્યારે વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થતાં ખેડૂતો મુશ્કેલીમાં અને ખેડુતોના પાકમાં પાણી ફરી વળ્યા ત્યારે જગતનો તાત કહેવાતા ખેડૂત મુશ્કેલીમાં મુકાયા.
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર
Advertisement